તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • પી.પી.શ્રોફ હાઇસ્કૂલ અને પાદરા તાલુકાનું ગૌરવ વધારવા બદલ ક્વિન્દિત રામનું સન્માન કરાયું

પી.પી.શ્રોફ હાઇસ્કૂલ અને પાદરા તાલુકાનું ગૌરવ વધારવા બદલ ક્વિન્દિત રામનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા| તા.15/08/2018ના રોજ સ્વાતંત્ર દિનની ઉજવણી દરમિયાન પી.પી.શ્રોફ હાઇસ્કુલ, પાદરા દ્વારા અવનવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિતોના ગીતો અ્ને નૃત્ય કાર્યક્રમો આપ્યા હતા. આ પ્રસંગે નગરસેવા સદનના પ્રમુખ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં પ્રમુખ નિરાલીબેન પટેલ દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

વર્ષ 2014માં શાળામાં અભ્યાસ કરતા અને દલીત સમાજના નેતા, ગુજરાતના પ્રસિદ્ધિ ભીમ ભજનીક અને ભીમસેના, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ એવા સુનિલ પેઇન્ટરના પુત્ર આચાર્ય કિવન્દીત રામને ગુજરાતી ફિલ્મોના તેની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘પહેલો પ્યાર કદી ભુલાશે નહીં’ માં ખલનાયકની સફળ ભૂમિકા ભજવી અભિનય અને ગુજરાતી ફિલોમોમાં પ્રવેશ મેળવી પી.પી.શ્રોફ હાઇસ્કુલ અ્ને પાદરા તાલુકાનું ગૌરવ વધારવા બદલ નગરસેવા સદનના પ્રમુખના વરદ હસ્તે એવોર્ડ આપી આચાર્ય ક્વિન્દીત રાજાને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો, શાળાના શિક્ષકગણ અને શાળાના તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનિઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...