તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરા તા. પં.માં આધારકાર્ડની ગોકળગતિએ ચાલતી કામગીરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા તાલુકા પંચાયતમાં તાલુકાની જનતા માટે શરૂ કરવામાં આવેલા આધારકાર્ડના ઓપરેટર દ્વારા કામ ઝડપથી નહી કરતા ભારે હોબાળો મચ્યો હતો. રોજ પ્રજાને ધક્કા ખાવા પડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. પાદરા તાલુકાના જનતા માટે તાલુકા પંચાયતમાં કોન્ટ્રાક્ટરના ઓપરેટર દ્વારા આધારકાર્ડની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે કાર્ડનું કામ ગોકળગતિએથી ચાલતુ હોવાથી પ્રજાને હાલાકી વેઠવી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસથી ગામડામાંથી આવતા લોકો હેરાન પરેશાન થયા છે. ધરમના ધક્કા ખાઇને પરત જવું પડે છે. આજે તાલુકામાંથી આવેલા કેટલાક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખને રજૂઆત કરી હતી. જેત અંગે પાદરા તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ સૈયદઅલી બાપુએ મામલતદાર સાથે વાતચીત કરી તેના હલ કરવાની ખાત્રી આપી હતી.તેઓ જૂના કસ્બા તલાટીને ઓફિસ જે ખાલી છે તે સ્થળે આધારકાર્ડની કાર્યવાહી માટેના આપરેટરને જગ્યા ફાળવવાની હૈયાધારણા આપી હતી. સાથે વધુ ઓપરેટરો મુકવાની માંગ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...