તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરા શહેર ગ્રા. તા. નિવૃત્ત કર્મી મંડળની 30મીએ સામાન્ય સભા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા શહેર ગ્રામ્ય તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની તૃતિય વાર્ષિક સામાન્ય સભા તારીખ 30-6-18ને શનિવારના રોજ સવારે 9-30 કલાકે લેઉવા પટેલની વાડી ખાતે રાખવામાં આવેલ છે.

આ આયોજિત સમારંભના પ્રમુખ તરીકે મણીભાઈ સુથાર (પ્રમુખ ગુ.રા. નિ.ક. મંડળ), સમારંભના ઉદઘાટન નંદલાલ ઠક્કર (અધ્યક્ષ પાદરા સિનિયર સિટિઝન એસોસીએશન - પાદરા), મુખ્ય મહેમાન દીનુમામા (માજી ધારાસભ્ય), ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તેમજ અતિથિ વિશેષ તરીકે પ્રકાશભાઈ શાહ (ઈન્ચાર્જ જિલ્લા અધિકારી પેન્શનર, વડોદરા), સૂર્યકાન્તભાઈ ચોક્સી (પ્રમુખ ચોક્સી મહાજન મંડળ, પાદરા) તેમજ પ્રકાશસિંહ હાજર રહેવાના છીએ.

આ પ્રસંગે તાજેતરમાં જિલ્લા કચેરીમાં હિસાબનીશ બઢતી મેળવનાર વિજરભાઈ શાહ, નિવૃત્ત થયેલ તા.પ્રા. શિક્ષણાધિકારી પી.સી. પટેલ અને બિટ નિરીક્ષક જયદેવ વ્યાસનું સન્માન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...