તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • Padra પાદરા લોટેશ્વર મહાદેવ મંદિરમાં ચાલી રહેલ વિષ્ણુ સહસ્ત્રના પાઠ

પાદરા લોટેશ્વર મહાદેવ મંદિરમાં ચાલી રહેલ વિષ્ણુ સહસ્ત્રના પાઠ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા ઝંડાબજારમાં આવેલ લોટેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા ચાર વર્ષથી તમામ ભક્તોના પિતૃને સદગતિ પ્રાપ્ત થાય અને કુટુંબમાં સુખ-શાંતિ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને આધ્યાત્મિક ઉન્નતિ થાય એવા શુભ આશયથી ભગવાન વિષ્ણુની પ્રતિમા પીપળાના વૃક્ષ અને ભગવાન લોટેશ્વર મહાદેવ સમક્ષ તા.25/10/ 2018 થી 9/ 10/ 2018 સુધી વિષ્ણુ સહસ્ત્રના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાઠમાં અંદાજે ૧૨૫ જેટલા બામણ કુટુંબના ભાઈ બહેન બાળકો અને અન્ય 200 જેટલા ભક્તો આવે છે. ઘણા બધા ભક્તો પોતાની શક્તિ અનુસાર પ્રસાદ નાસ્તો અને દક્ષિણા વિગેરે આપે છે. આ પાઠની વિશેષતા એ છે કે દસથી બાર વર્ષના નાના બાળકો પણ ઘણી મોટી સંખ્યામાં સુંદર અને સ્પષ્ટ પણે કરે છે.

પાદરાના લોતેશ્વર મહાદેવ મંદિરમાં પિતૃઓની સદગતિ અર્થે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવે છે. ચિંતન ગાંધી

અન્ય સમાચારો પણ છે...