તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Padra
 • પાદરાની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા રમેશભાઈ અંબાલાલ પ્રજાપતિના બે પુત્ર આજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરાની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા રમેશભાઈ અંબાલાલ પ્રજાપતિના બે પુત્ર આજે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરાની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા રમેશભાઈ અંબાલાલ પ્રજાપતિના બે પુત્ર આજે સવારે 10 કલાકની આસપાસ વેગન આર ગાડી શીખવા માટે હાર્દિક પ્રજાપતિ ઉં.વ.21 અને પ્રણવ પ્રજાપતિ પાદરાની ઘાયજ રોડ પર આવેલી લતીપુરા તરફ જતી નર્મદા કેનાલ પાસે ગયા હતા.તેમની પાછળ ભૌમિક મહેન્દ્રભાઈ પ્રજાપતિ પણ ઓલ્ટો ગાડી લઈને ગયો હતો. તે દરમિયાન બંને સગાભાઈ હાર્દિક અને પ્રણવ નર્મદા કેનાલમાં હાથ ધોવા માટે ગયા હતા. તે વખતે મોટાભાઈ હાર્દિકનો પગ લપસતાં પાણીના વહેણામાં તણાતાં તેણે બૂમાબૂમ કરી મૂકતાં નાનો ભાઈ પ્રણવે તેને બચાવવા માટે તેનો હાથ પકડ્યો હતો. જોકે પ્રણવનો પણ પગ લપસતાં પણ કેનાલમાં પડ્યો હતો. બંને ભાઈ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. જોકે સમય દરમિયાન ભૌમિક પણ ગાડી લઈને આવ્યો હાઈ બંને ભાઈઓને તણાતા જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી.જેના કારણે લોકટોળાં ઉમટી પડ્યાં હતાં. બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાઈ હતી. ત્યાર બાદ વડુ પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ 1 કિલોમીટર દૂર સુધી શોધખોળ કરતાં બંને ભાઈઓના મૃતદેહ મળી આવ્યા હતા.પાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો