તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામેઠાની શાળામાં છત તૂટી પડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાળાના 14 ઓરડા જર્જરિત બનતાં બાળકોને મુશ્કેલી

પાદરા તાલુકામાં ગામેઠા ગામ આવેલું છે. ગામની પ્રાથમિક શાળા 70 થી 75 વર્ષ જૂની હોઇ શાળાના ઓરડા વર્ષોજૂના થતાં જર્જરિત બન્યા છે. ધો.1 થી 8 ની ગામેઠાની પ્રાથમિક શાળામાં 562 બાળકો-વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

બનાવ અંગે મળેલી માહિતી અનુસાર ગામેઠા ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડીને નવા બનાવવા માટે મંજૂરી મળી ગઇ હોવા ઉપરાંત ગ્રાંટ પણ મંજૂર થઇ છે. પરંતુ ચૂંટણીના બૂથ જર્જરિત ઓરડામાં હોવાથી તેને ઉતારવાની મંજૂરી હજુ સુધી મળી હોઇ જર્જરિત ઓરડામાં બાળકોને બેસાડી ભણાવાઇ રહ્યાં છે. દરમિયાન શનિવારે સવારે 7 વાગ્યા પહેલાં ધો.1-અ અને ધો.1-બ નાં બાળકો જે ઓરડામાં બેસી ભણે છે તે જર્જરિત ઓરડાની છતમાંથી કેટલોક ભાગ તૂટીને ઓરડામાં પડ્યો હતો. ઉપરાંત બાલ્કનીમાં પણ છતમાં ગાબડાં પડતાં કેટલોક ભાગ તૂટી પડ્યો હતો.સદ્નસીબે શાળા સમય પહેલાં બનેલી ઘટનાથી કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ જો છતનો ભાગ તૂટીને નીચે પડવાની ઘટના ચાલુ શાળા દરમિયાન બની હોત અને તેમાં જાનહાનિ થાત તો તે માટે કોને જવાબદાર ઠેરવવા તે મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે. ગામેઠા ગામની પ્રાથમિક શાળાના આચાર્યે શાળામાં શનિવારે બનેલી ઘટનાની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરી દીધી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લખેલા પત્રમાં આચાર્યએ જણાવ્યું છે કે, શાળાના ઓરડાની છતની હાલત ખૂબ ખરાબ છે. ગમે ત્યારે હોનારત સર્જાય તેમ હોઇ ઓરડામાં બાળકોને બેસાડી શકાય તેવી પરિસ્થિતિ નથી.

પ્રાથમિક શાળામાં સ્લેબનું પ્લાસ્ટર તૂટી પડ્યું હતું. શાળા સમય પહેલાં ઘટના બનતાં કોઈ જાનહાની થઈ હતી.

સોમવારે કામગીરી શરૂ કરાશે

^ગામેઠા ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાનવા ઓરડા બનાવવાની મંજૂરી આપી દેવાઇ છે. પરંતુ ચૂંટણીના બૂથ ઓરડામાં હોઇ તેની મંજૂરી મળવાની બાકી હોઇ ઓરડા તોડાયા નથી. સોમવારે તેમના તરફથી ઓરડા તોડવાની મંજૂરી આપતું સર્ટિફિકેટ મળ્યા બાદ જર્જરિત ઓરડા તોડવાની કામગીરી શરૂ કરાશે. > એમ.એમ.પટેલ,જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અર્જુનસિંહ પઢિયાર તત્કાળ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે 70 થી 75 વર્ષ જૂની શાળાના 14 ઓરડા જર્જરિત બન્યા છે. 5 ઓરડામાં તો વર્ષોથી બારી-બારણાં પણ હોઇ શિયાળામાં અને ચોમાસામાં ભણવા અાવતાંં બાળકોની હાલત દયનીય બને છે.

શાળા સમય પહેલાં ઘટના બનતાં બાળકોનો બચાવ, ડીઈઓને જાણ કરાઈ

ચૂંટણી વિભાગની મંજૂરીમાં અટવાયેલા જર્જરિત ઓરડાની છતમાં ગાબડાં પડ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો