તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરામાં તસ્કરોને લીલા લહેર 1.20 લાખ ઉપરાંતની ચોરી કરી છૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાની રાધારમણ સોસાયટીમાં દરવાજાનું તાળું તોડી લોખંડની બે તિજોરીના તાળાં તોડી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 1.20,000 જેટલાની ચોરી થયાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોધાઈ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ડોગ સ્ક્વોડ અને ફીંગર પ્રિન્ટ એક્સપર્ટ સહિતની મદદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

પાદરાની રાધારમણ સોસાયટીમાં રહેતાં ચંદુભાઈ શંકરભાઈ ધોબી અને તેમના પત્ની હંસાબેન ગઈકાલે મકરપુરામાં રહેતી દીકરી ધ્રુવીકાબેન બીમાર હોવાથી તેમની ખબર જોવા માટે ગયા હતા. તે દરમિયાન સવારના ઘરનો દરવાજો ખુલ્લો હોય ચોરી થયાની જાણ થવા પામી હતી. જેથી તેઓએ ઉક્ત બનાવની જાણ થતાં પાદરા પરત આવ્યા હતા.

ચોરોએ દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી લોખંડની બે તિજોરીઓના તાળા તોડી તિજોરીમાં મુકેલ સોનાની ચીજ વસ્તુઓ તપાસ કરતાં મળી આવી ન હતી. અભરાઈ ઉપર મુકેલ સરસામાન વેર વિખેર કરેલ હતો. ચોરોએ 9 તોલા 4 ગ્રામ કિંમત રૂ. 1,12,800 તેમજ રોકડા 5000 મળી કુલ આશરે રૂ. 1,20,00 જેટલા મદ્દલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ ચંદુભાઈ શંકરભાઈ ધોબીએ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તસ્કરોએ ચંદુભાઈ ધોબીના મકાનમાંથી 9 તોલા 4 ગ્રામ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...