પાદરા તા. પં.માં ન્યાય સમિતિના અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરાઇ

એક જ દરખાસ્ત આવતા પરષોતમભાઇ ચૂંટાયેલા જાહેર ન્યાય સમિતિના પાંચ પૈકી ચાર સભ્યો હાજર રહ્યાં

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:10 AM
Padra - પાદરા તા. પં.માં ન્યાય સમિતિના અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરાઇ
પાદરા તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં મળેલી મીટિંગમાં પરષોત્તમભાઈ છોટાભાઈ રોહિતની સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર થયા હતા. આજરોજ પાદરા તાલુકા પંચાયતના સભાખંડમાં ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પઢિયારના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ન્યાય સમિતિના પાંચ સભ્યોમાંથી ચાર સભ્યો હાજર રહ્યા હતા. જેમાં અધ્યક્ષની વરણી માટે એક જ ઉમેદવાર પરષોત્તમભાઈ છોટાભાઈ રોહિતના નામની દરખાસ્ત આવતાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. હાજર રહેલા સભ્યોમાં રોહિત પરષોત્તમભાઈ - સાંગમાં, વસાવા પુનમભાઈ - સરસવણી, સોલંકી અરવિંદભાઈ, વસાવા મનુભાઈ હાજર રહ્યા હતા. જ્યારે ગત વખત અઢી વર્ષ માટે ન્યાય સમિતિના અધ્યક્ષ રહેલા અલકાબેન પરમાર ગેરહાજર રહ્યા હતા.

X
Padra - પાદરા તા. પં.માં ન્યાય સમિતિના અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App