• Gujarati News
  • ડબકામાં કન્યાના પરિવારને સળગાવી દેવાની ધમકી

ડબકામાં કન્યાના પરિવારને સળગાવી દેવાની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડબકાગામે પુખ્ત વયની કન્યા પોતાના ઘરેથી દાગીનાઓ લઇ યુવક સાથે ભાગી જતાંકન્યાના પાલક માતાપિતાએ ફરિયાદ આપી હતી. જેમાં છોકરાના પિતાએ ભાગી ગયેલી કન્યાના પાલક માતાપિતાને ફરિયાદ પાછી ખેંચી લેવા જણાવી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી કન્યાના પરિવારજનોએ વડોદરા ડીવાયએસપીને ફરીયાદ કરતાં તેમણે વડુ પોલીસ સ્ટેશનને તપાસ કરવ માટે હૂકમકર્યાં છે.

ડબકામાં રહેતાં છત્રસિહ ધુળાભાઇ પરમારના સ્વર્ગવાસી નાનાભાઇની દીકરી ગીતાબેન જેસંગભાઇ પરમાર રૂા.1.20લાખની મતા લઇ ભાગી ગઈ હોવાનું જણાયું હતું.તેમના ઘરની બાજુના ફળિયામાં રહેતો વિજય રાવજી ઉર્ફે કારીયો ગોહિલ તેને ભગાડી ગયાની ખાતરી થતાં વિજય ગોહિલ સામે અપહરણની લેખિત ફરિયાદ વડુ પોલીસ સ્ટેશનમાં આપી હતી. પણ વડુ પોલીસ સ્ટેશને કોઇ કાર્યવાહી કરતાં ભગાડી જનાર વિજય ગોહિલના પરિવારે ફરીયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી હતી અને ફરિયાદ પાછી ખેંચો નહી તો કેરોસીન છાંટીને સળગાવી દઇશું તેમ કહેતાં ફફડી ઉઠેલાં છત્રસિંહના પરિવારે વડોદરા ડીવાયએસપીને રજૂઆત કરી હતી.