• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • હરિભક્તિ ઇન્ડ. એસ્ટેટમાં રહેતા પરિવારનું અપહરણ કરી મારઝૂડ

હરિભક્તિ ઇન્ડ. એસ્ટેટમાં રહેતા પરિવારનું અપહરણ કરી મારઝૂડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇરોડના હરિભક્તિ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સ્થિત પ્લોટમાં વર્ષોથી રહેતા નાયકા પરિવારના 9 સભ્યોને એસ્ટેટ પ્રમુખના ઇશારે 8 થી 10 શખ્સોના ટોળાએ માર મારી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ટોળકીએ આખા પરિવારના હાથ બાંધી અને મોઢા પર પટ્ટી મારી સામાન સહિત તમામને ટેમ્પોમાં બેસાડી પાદરા- ઝવેરપુરા રોડ પર છોડી મૂક્યો હતો.

ડભોઇ રોડ ગણેશનગર સામે હરિભક્તિ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં રહેતા સંજય નાયકા કારેલીબાગની ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. તેના પિતા 45 વર્ષ પહેલા ઇશ્વરભાઇ હરિભક્તિની મિલકતમાં ખેતી કરતા હતા. જગ્યા પર 1998માં હરિભક્તિ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ બનાવ્યું હતું. સમયે તેમને અંદાજે 5000 સ્કે.ફૂટનો પ્લોટ આપ્યો હોઇ એસ્ટેટના પ્રમુખ તુષાર રાણાની મંજૂરી વગર તેના પર કાચું બાંધકામ કર્યું હતું. પ્લોટમાં સંજય, તેની પત્ની, ભાઇ પ્રકાશ અને તેની પત્ની, માતા-પિતા, પ્રકાશનો સાળો સુનીલ અભ્યાસ માટે આવ્યો હોઇ સાથે રહેતાં હતાં. ઉપરાંત 2 દિવસથી વતનમાંથી આવેલા મિત્ર અજય સૂકા નાયક અને મકા નાયક પણ તેમને ત્યાં હતા. ગુરુવારે વહેલી સવારે લાકડી સાથે 4 થી 5 શખ્સો તેમના ઘરે આવ્યા હતા. ટોળકીએ સંજયને ઘરની બહાર લઇ જઇ માર માર્યો હતો. તેને બચાવવા માટે ભાઇ પ્રકાશ દોડી આવતાં તેને અને તેની પત્નીને પણ ફટકાર્યાં હતાં.

સંજયે બૂમાબૂમ કરતાં અન્ય 4 થી 5 શખ્સો આવી જઇ તેની માતા, 2 મિત્રો અને સુનીલને પણ માર્યા બાદ હાથ બાંધી દીધા હતા અને બધાંનાં મોઢાં પર પટ્ટીઓ મારી તેમજ કાળાં કપડાં બાંધી દીધાં હતાં અને એક અોરેન્જ કલરનો ટેમ્પો મંગાવી ઘરમાંથી સામાન ભરી તમામ 9 જણને ટેમ્પોમાં બેસાડી દીધાં હતા. ટેમ્પો પાદરા- ઝવેરપુરા રોડ પર લઇ જઇ તમામને ઉતારી પટ્ટીઓ કપડાં કાઢી લઇ સામાન ઉતારી દીધો હતો. પ્રકાશે પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરતાં પાદરા પોલીસ પહોંચી ગઇ હતી. બાદ શહેર પોલીસને જાણ કરતાં વાડી પોલીસ પણ દોડી ગઇ હતી. પોલીસે એસ્ટેટના પ્રમુખ તુષાર રાણા, ગોવિંદ દેવીપૂજક અને બીજા 8 થી 10 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિવિધ પ્રકારની ઓફર અાપી

પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ

^ફરિયાદસંદર્ભે અમે હરિભક્તિ એસ્ટેટ તેમજ પાદરામાં જ્યાં છોડી મૂક્યા હતા તે સ્થળનું નિરીક્ષણ કર્યું છે તેમજ નિવેદન લેવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. ઘટના સંદર્ભે સાંયોગિક પુરાવા પણ એકત્રિત કરી રહ્યા છીએ. હજુ કોઇની ધરપકડ થઇ નથી. > મેઘાતેવાર, એસીપી,એસસીએસટીસેલ

સભ્યોને મોઢા પર પટ્ટી મારી અને કાળું કપડું બાંધી ટેમ્પોમાં લઇ ગયા બાદ પાદરા-ઝવેરપુરા રોડ પર ઉતારી દીધાં હતાં. સામાન ટેમ્પોમાંથી બહાર ફેંકી દઇ તેઓના મોઢા પરની ટેપ અને કપડું કાઢી ટોળ‌કી લઇ ગઇ હતી.

મારક હથિયારોથી સજ્જ ટોળકીએ અમે કહીએ તેમ તમારે કરવાનું છે, જો નહિ કરો તો જીવતા રહેવા દઇશું નહિ તેમ કહી સંજય અને પરિવારના અન્ય લોકોના હાથ બાંધી મોઢા પર ટેપ મારી દીધી હતી.

મોં પરની પટ્ટી પણ લઇ ગયા

અમે કહીએ તે મુજબ કરવાનું

સંજય સહિત પરિવારને બંધક બનાવ્યા બાદ ટોળકી પૈકી એકે તુષાર રાણાને કોલ કરતાં એક લાખ રોકડા, છોકરાં ધો. 12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધી ફ્રીમાં અભ્યાસ, જ્યાં રહેવા જશે ત્યાં દોઢ વર્ષ સુધી ભાડું આપવાની ઓફર કરી હતી. ઉપરાંત ગોવિંદ દેવીપૂજકને પણ કહેતા હતા કે શરત નહિ તો જાનથી મારી નાખીશું.

નાયકા પરિવારને પાદરા પાસે ટેમ્પોમાંથી ઉતારી ફરાર થઇ ગયા

એસ્ટેટના પ્રમુખ સહિત 10 સામે ફરિયાદ : આંખે પાટા બાંધી ધમકી

અન્ય સમાચારો પણ છે...