તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • Padra છોટા હાથીએ ટક્કર મારતા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત

છોટા હાથીએ ટક્કર મારતા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા જકાતનાકા પાસે છોટા હાથી અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થતા એકનું સારવાર દરમિયાન મોત થયુ હતું. પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાદરાના સરકારી દવાખાને પીએમ માટેની તજવીજ હાથ ધરાઇ હતી.

કરખડીના હાલ વડોદરાના અટલાદરા પાસે રહેતા નાગજીભાઈ નટરવરભાઇ નાઇ રવિવારે કરખડી ગામે તેમના પુત્ર મિતેષના ઘરે કામ અર્થે ગાયા હતા. કરખડી ગામેતી નીકળી પરત અટલાદરા આવતા હતા. તે દરમિયાન પાદરા વડોદરા રોડ પર પરનામી અગરબત્તી પાસે જકાતનાકા પાસે પાદરા નગર પાલિકાના ડોર ટુ ડોર કચરા ઉઘરાવવાના ટેમ્પોએ અટલાદરા તરફ જઇ રહેલા નાગજીભાઇને એડફેટે લેતાં તેઓ ધડાકાભેર રોડ પર પટકાયા હતા.તેઓને ગંભીર ઇજાઓ થતા પાદરાના સરકારી દવાખાને ખેસડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પુત્ર મિતેષની ફરિયાદના આધારે પાદરા પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાદરાના સરકારી દવાખાને મૃતદેહની પીએમની તજવીજ હાથ ધરાઇ હતી. બનાવના પગલે સરકારી દવાખાને ગ્રામજનો દોડી આવ્યા હતા.

08ના કર્મચારીએ મૃતકના સ્વજનોને સુપ્રત કર્યા હતા.તસવીર-ચિંતન ગાંધી

108 કર્મચારીએ માનવતા દાખવી
પાદરા વડોદરા જકાતનાકા પાસે છોટાહાથી અને મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં મોતને ભેટનાર સ્વજનોને 108ના કર્મચારીએ મૃતકના સ્વજનોને સુપ્રત કર્યા હતા.પાદરા જકાતનાકા પાસે મુળ કરખડીના હાલ અટલાદરા ખાતે રહેતા નાગજીભાઇ નાઇનું સારવાર દરમિયાન મોત થયું હતું. મતોને ભેટનાર નાગજીભાઇના રૂપિયા વીસ હજાર અને અન્ય ડોક્યુમેન્ટ મળી આવતા ચીજ વસ્તુઓ 108ના કર્મચારીએ મૃતકના સ્વજનોને પરત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...