તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગવાસદ ખાતેની કંપનીમાંથી 4.80 લાખની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાનાવડુ પોલીસ મથકના હદમાં આવેલા ગવાસદ ગામ પાસે આવેલ ખાનગી ગેસ કંપનીના સ્ટોરરૂમમાં રીજેક્ટ સીલીન્ડરના 12 હજાર નંગ બ્રાસના વાલ્વની ચોરી થતાં કંપનીના માલિકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં રૂ. 4.80 લાખના વાલ્વની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી.

બનાવની િવગતો અનુસાર પાદરાના ગવાસદથી મોભાગ તરફ જવાના માર્ગ પર આવેલી ગ્રીનલી એન્ડ પેટ્રોકેમિકલ્સ પ્રા. લી. કંપની આવેલી છે. જે કંપનીમાં એલપીજી ગેસ ભરવા માટેનું રીલાયન્સ કંપનીનું જોબવર્ક કરે છે. . જે કંપનીમાં રીજેક્ટ ગેસ સીલીન્ડરના બ્રાસ વાલ્વ હોય તેવા વાલ્વને મૂકતા હોય છે. ઘણાં સમયથી વાલ્વને સ્ટોરરૂમમાં મૂકવામાં આવ્યા હતા. આશરે 19 બોરીઓ ભરેલી હતી. જેમાં 15 હજાર જેટલા વાલ્વ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 12 હજાર જેટલા વાલ્વની ચોરી થતાં કંપનીના માલિકે વડુ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા જલાલપુરના લાલજી રયજીભાઈ બારીયા સામે શંકાઓ વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 1 નંગ વાલ્વની કિંમત રૂ. 40 લાખે 12 હજાર વાલ્વની કિંમત રૂ. 40 લેખે 12 હજાર નંગ વાલ્વના રૂ. 4 લાખ 80 હજારની ચોરીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...