તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરણ 11ની િવદ્યાર્થીનીની છેડતી કરતાં બેની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ માસથી પજવણી કરતાં હતા : બાગમાં પીછો કરી પહોંચી જતાં પોલીસને હવાલે કર્યા

પાદરાતાલુકાના સોખડાખુર્દ ગામની પાદરાની પી.પી.શ્રોફ હાઇસ્કુલમાં ધાે.11 માં અભ્યાસ કરતી વિધાર્થીનીને ત્રણ માસથી પીછો કરી હેરાન કરતા પાદરાના વણકરવાસમાં રહેતા બે યુવકની પાદરા પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.પાદરાના સોખડાખુર્દ ગામે રહેતી યુવતી ધો.11માં પી.પી.શ્રોફ હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. ગઇકાલે બપાેર બાદ પાદરાના સ્ટેશનરોડ પર આવેલ બગીચામાં ગૌરીવ્રત હોઇ ઘરના સભ્યો આવેલા અને બહેનપણીઓ અને વિધાર્થીનીઓ બગીચામાં છુટી સાંકડીની રમતી હતી. તે વખતે પાદરા વણકરવાસમાં રહેતા દિનેશભાઇ ઠાકોરભાઇ વાઘેલાએ આવીને જણાવેલ કે, આઇ.લવ.યુ., કહેલ અને તેની સાથે આવેલ પરેશભાઇ રણછોડભાઇ પરમાર જેથી યુવતી અને તેની બહેનપણી ગભરાઇ ગયેલ હતી. ગભરાયેલી કીશોરીએ તેના ભાઇને બુમ પાડીને કહેલ કે, બંને છોકરાઓ મને હેરાન કરે છે.કિશોરીના પીતાને જાણ કરાતા તે અાવી જતા બંને યુવકોને પકડી પોલીસ સ્ટેશને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...