તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • વડોદરા |રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસનના

વડોદરા |રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસનના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસનના સહયોગથી યોજવામાં આવેલા 5 દિવસના બાળ ફિલ્મ મહોત્સવનો શહેર જિલ્લાના સિનેમાઘરોમાં ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે. શહેરમાં રેસકોર્સ સ્થિત આઇનોક્સ સિનેમા ઘર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષા મીનાબા પરમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.જે.દવે, નાયબ પોલીસ કમિશનરશ્રી એન.એન.ચૌધરી સહિત આયોજન સમિતિના સદસ્યોએ બાળ પ્રેક્ષકોને આવકાર્યા હતા. તેમણે બાળકો સુવિધાજનક રીતે બોધ અને આનંદ આપતી બાળ ફિલ્મોનો આણંદ માણી શકે તે પ્રકારે આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પ્રશાસને બાળ ફિલ્મ મહોત્સવ હેઠળ શહેર-જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના ધો.6 થી 8માં ભણતા 34 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફિલ્મ જોઈ શકે એવું આયોજન કર્યું છે. આયોજનમાં વડોદરા શહેરી વિસ્તારનાં 19 તથા વડોદરા ગ્રામ્ય, પાદરા, કરજણ અને ડભોઈનાં 7 મળીને કુલ 26 મલ્ટિપ્લેક્સ અને સિંગલ સિનેમાઘરોના સંચાલકોનો નોંધપાત્ર સહયોગ મળ્યો છે.

વડોદરામાં 5 દિવસીય બાળ ફિલ્મ મહોત્સવનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...