તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

અર્બનમોબિલિટી અને ટ્રાન્સપોર્ટ હેઠળ બસ સર્વિસીસને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં પાલિકાએ સિટી બસ માટે નવાં ટેન્ડર મંગાવ્યાં છે અને નવી બસો વાઇફાઇ,મોબાઇલ ચાર્જિંગ,સીસી ટીવી કેમેરા,એલઇડી,સ્પીકર એનાઉન્સમેન્ટ,પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ,બસ મોબાઇલ એપ્લિકેશન સાથે સંકલિત કરી શરૂ કરવામાં આવનાર છે.

શહેરી બસ સેવા માટે 150 બસ પૈકી 50 ટકા બસ પાંચ વર્ષ જૂની રાખી શકાશે તેવી સત્તાવાર માહિતી આપતાં મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, શહેરના હાલના રૂટમાં બમણો વધારો થશે અને 60 રૂટ પર 150 બસ પ્રોક્યુરમેન્ટ,ઓપરેશન-મેન્ટેનન્સ સહિત 10 વર્ષના ઇજારા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યું છે. ઇજારાની મુદત દરમ્યાન દર વર્ષે ઓછામાં ઓછી 10 નવી બસો ઉમેરવાની જોગવાઇ કરવામાં આવેલી છે.શહેરના તમામ રૂટ ઉપરાંત પાદરા,આજવા,પોર,વાઘોડિયા સહિતના 15 કિલોમીટરના રૂટ પર પણ બસો દોડાવવામાં આવશે.આ નવી બસ સેવાનું મોનિટરિંગ બદામડી બાગના સિટી કમાન્ડ સેન્ટર ખાતે પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, 20 એસી બસ શરૂ કરાશે અને દર વર્ષે તેમાં 2-2 એસી બસનો ઉમેરો કરવા આયોજન છે.

નવી બસ સેવાનું મોનિટરિંગ બદામડી બાગથી થશે

પાદરા,આજવા,પોર,વાઘોડિયાને રૂટમાં આવરી લેવાશે

નવી સિટી બસોમાં વાઇફાઇ, ચાર્જિંગ સહિતની સુવિધા હશે

અન્ય સમાચારો પણ છે...