Home » Madhya Gujarat » Vadodara District » Padra » Padra - સરકાર દ્વારા દેશભરમાં ગાંધી જયંતી સુધી પખવાડિયું સ્વચ્છતા અભિયાન ઉજવવાનું નક્કી કરાયું

સરકાર દ્વારા દેશભરમાં ગાંધી જયંતી સુધી પખવાડિયું સ્વચ્છતા અભિયાન ઉજવવાનું નક્કી કરાયું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:00 AM

સફાઇ અભિયાન પાદરામાં સ્વચ્છતા એજ સેવા અભિયાનનો પ્રારંભ

  • Padra - સરકાર દ્વારા દેશભરમાં ગાંધી જયંતી સુધી પખવાડિયું સ્વચ્છતા અભિયાન ઉજવવાનું નક્કી કરાયું
    પાદરામાં સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો પાદરામાં શુભારંભ થવા પામ્યો હતો. જેમાં દેશભરમાં ગાંધી જયંતી સુધી તા. 15-9-18થી 2-10-18 સુધીનું પખવાડીયું સ્વચ્છતા અભિયાન તરીકે ઉજવવાનું નક્કી સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

    જે અંતર્ગત પાદરા નગર પાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સમગ્ર પખવાડીયા દરમિયાન વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમો થનાર છે. દરેક વોર્ડ દીઠ ઘન કચરાના એગ્રીગેશન માટે વાહનો ફાળવવામાં આવેલ છે. નગરમાં ઘરનો કચરો જુદો પાડવા માટે લીલા તેમજ ભુરા રંગની ડસ્ટબીન પણ નગરજનોને આપવામાં આવેલ છે. જેથી સુકો તેમજ ભીનો કચરો અલગ અલગ આપી શકાય. સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞાનું વાંચન, રેલી, આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન પણ કરેલ છે. આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ દ્વારા પાદરાના સરકારી દવાખાના પાસે આવેલ પીડબલ્યુડીની ઓફિસેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે ભાજપના ઉપપ્રમુખ રાજેશ પટેલ, મહામંત્રી રમેશ વાઘેલા, નગર પાલિકા પ્રમુખ નિરાલીબેન પટેલ, માજી પ્રમુખ પરેશ ગાંધી, કારોબારી ચેરમેન સંજયભાઈ પટેલ, યોગેશ અધ્યારૂ, નગર પાલિકાના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો સહિત સ્વચ્છતા એ જ સેવા અભિયાન કાર્યક્રમને સફળ બનાવવા નગરજનોને અપીલ કરી અને નગરજનોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા માટે આહવાન કરેલ હતુ.

    પાદરા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા અભિયાનના કાર્યક્રમને ભાજપા કાર્યકરો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. તસવીર ચિંતન ગાંધી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ