પાદરામાં લાઈટ બિલના નાણાં ભરવા નવા કેન્દ્ર શરૂ કરવા માંગ

પાદરા શહેર તેમજ ગામો મળી કુલ 32 હજાર વીજ કનેક્શનો એક જ સેન્ટર હોવાના કારણે લોકોએ ત્રાહીમામ પોકાર્યો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Padra - પાદરામાં લાઈટ બિલના નાણાં ભરવા નવા કેન્દ્ર શરૂ કરવા માંગ
પાદરામાં વીજ કનેક્શન ધારકોને લાઈટ બિલના નાણાં ભરવા માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે. પાદરા નગર તેમજ આસપાસ ના ગામમાંથી લાઈટ બીલ નાં નાણા નું ચુકવણું કરવા આવતા વીજ કનેક્શન ગ્રાહકો ને ૨ થી ૩ કલાક સુધી લાઈટ બીલ ભરવા માટે લાંબી લાઈનો માં ઉભા રહેવું પડે છે લોકો પોતાનાં રોજીંદા કામ કાજ ધંધા રોજગાર છોડી ને બીલ ભરવા માટે ૨ -૩ કલાક સુધી લાઈન માં ઉભા રહે છે. આશરે ૧૦૦ થી ૧૫૦ જેટલા લોકો ની લાઈન લાગે છે. ત્યારે ગ્રાહકો એ અમુકવાર વધારે ગિરદી હોવાને કારને નંબર આવે તો બારી બંધ થઈ જાય છે કાં, તો સમય પત્યે બીલ ભર્યા વિના પરત ફરવું પડે છે. જેના કારને કોઈકવાર દંડ પણ ભરવાનો વારો આવે છે.

પાદરા શહેર તેમજ આસ પાસ ના ગામોમાં થઇ વીજ કનેક્શન ધારકો ની સંખ્યા આશરે ૩૨૦૦૦ હજાર જેટલી છે જેની સામે માત્ર એકજ સેન્ટર પાદરા વિદ્યુત બોર્ડમાં હોવાના કારને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

પાદરા વિદ્યુત બોર્ડ માં કેન્દ્ર આવેલ છે ત્યાં કેસ બીલ ભરવા માટે બે બારી છે પરંતુ ત્યાં એક જ બારી ખુલ્લી ...અનુસંધાન પાના નં.2

X
Padra - પાદરામાં લાઈટ બિલના નાણાં ભરવા નવા કેન્દ્ર શરૂ કરવા માંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App