• Gujarati News
  • ફોટોગ્રાફરના ઘરમાંથી ચોરી કરનારા બે જણાની ધરપકડ

ફોટોગ્રાફરના ઘરમાંથી ચોરી કરનારા બે જણાની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાલીફાટક પાસે માળી મહોલ્લામાં રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશ અરવિંદભાઈ પ્રજાપતિના ઘરમાંથી ચાંદીના દાગીના તથા બે સાદા તથા વીડિયો કેમેરા મળી કુલ ત્રણ કેમેરા મળી કુલ રૂા. 88 હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ફરિયાદ સંદર્ભે બીજી તરફ જે.પી. પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઇ. એ.ડી. ગામીતને બે ઇસમો ત્રણ જેટલા કેમેરો વેચવા માટે પાદરા જતા હોવાની તથા હાલમાં તેઓ સનફાર્મા રોડ પરથી પસાર થવાના હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે તેમણે સનફાર્મા રોડ સ્થિત પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતેથી શુક્રવારે સાંજે સાડા સાત કલાકે ચોરાયેલા કેમેરા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. બંને શખ્સની પૂછપરછ હાથ ધરતાં મીતુલ ઉર્ફે મીડિયો મનુ ગોહિલ (રહે. સનફાર્મા રોડ) અને ગજેન્દ્રસિંહ ગોપાલસિંહ આંબલિયા (રહે. કૃષ્ણનગર સોસાયટી) હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તેઓએ અગાઉ કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે સંદર્ભે તપાસ હાથ ધરી છે.