• Gujarati News
  • જિલ્લા ભાજપે 4 મહિલા સહિત 30ને પ્રાથમિક સભ્યો બનાવ્યાં

જિલ્લા ભાજપે 4 મહિલા સહિત 30ને પ્રાથમિક સભ્યો બનાવ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા ભાજપે 4 મહિલા સહિત 30ને પ્રાથમિક સભ્યો બનાવ્યાં

સભ્ય નોંધણી ઝુંબેશ-2014 નો પ્રારંભવડોદરાજિલ્લા ભાજપ દ્વારા શનિવારે સંગઠન પ‌ર્વ અંતર્ગત સભ્ય નોંધણી ઝુંબેશ-2014 નો પ્રારંભ કરાતાં 4 મહિલા સહિત 30 અગ્રણીઓને ભાજપના પ્રાથમિક સભ્યો બનાવાયા હતા. જેમાં સંતો, ડૉકટર્સ, એડવોકેટ, શિક્ષણવિદ અને જનસંઘના અગ્રણીઅોને ભાજપમાં સામેલ કરાયા હતા.

શનિવારે વડોદરા રિયા-રેવતી પાર્ટી પ્લોટ ખાતે વડોદરા જિલ્લા ભાજપના ઉપક્રમે સભ્ય નોંધણી ઝુંબેશ-2014 ના પ્રારંભ હેતુ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખના જણાવ્યા મુજબ જિલ્લા ભાજપે 30 અગ્રણીઓને પક્ષના પ્રાથમિક સભ્યો બનાવી સભ્ય નોંધણી ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો.

મહિલા અગ્રણીઓમાં ડૉ.ગાર્ગી ચંદ્રશેખર પંડિત, નિધિ તુષાર વ્યાસ, ફાલ્ગુની ભેંસાણીયા, કિર્તનબહેન શુક્લને પ્રાથમિક સભ્ય બનાવાયા હતા. જ્યારે ચેતન મહારાજ (ભણિયારા), ઘનશ્યામ દાસજી મહારાજ (ફાજલપુર), ડૉ. રતિભાઇ પટેલ (ડભોઇ), ડૉ.બાલકૃષ્ણ સોની (વડોદરા), એડવોકેટ નલિન પટેલ(પ્રમુખ-વડોદરા બાર એસો.), એડવોકેટ મયંક પટેલ, જનસંઘના અગ્રણી પ્રવીણ બારેજીયા, ગીરધર ચૌહાણ (પાદરા), ઠાકોર પટેલ (‌વાઘોડિયા), શિક્ષણવિદ જગદીશ પટેલ(બાબરીયા ઇન્સ્ટીટ્યૂટ), ડૉ.જયેશ પટેલ(પારૂલ ઇન્સ્ટીટ્યૂટ)નો સમાવેશ થાય છે.