તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરા કોલેજમાં સુવિધા વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.નીપાદરા ખાતે આવેલી એમ.કે.અમીન કોલેજમાં 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિદ્યાઓ મળતી નથી. છેલ્લા કેટલાય સમયથી બાબતે વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆત કરી છતાં કોઇ પગલાં લેવાયા નથી. વિદ્યાર્થીઓએ આજે હેપ્પી કલબ અને મા શકિત ગ્રૂપના વિદ્યાર્થીઓની આગેવાનીમાં વીસીને રજૂઆત કર્યા બાદ જણાવ્યું હતું કે, મોટાભાગની સેવાઓ ઓનલાઇન થઇ હોવા છતાં પણ કોલેજમાં કમ્પ્યૂટર કે ઇન્ટરનેટની સુવિદ્યાઓ ઉભી કરાઇ નથી. કોલેજની લાયબ્રેરીને પણ ઓનલાઇન કરવામાં આવે તેમજ કોલેજમાં પીવાના પાણી સહિતની તકલીફોને તાત્કાલિક દૂર કરવા અમે માંગ કરી છે. ઉપરાંત કોલેજમાં અસામાજિક તત્વોનો વધેલા ત્રાસ સામે પગલાં લેવા તેમજ કોલેજમાં રેગ્યુલર સાફ-સફાઇ કરાવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...