તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વડોદરામાં ગરીબ કલ્યાણ મેળાે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવમાતબક્કાનો વડોદરા જિલ્લાનો પ્રથમ ગરીબ કલ્યાણ મેળો આવતીકાલે ગુરુવાર તા.29 સપ્ટેમ્બરે સયાજીપુરા એ.પી.એમ.સી.ખાતે યોજાશે. ગરીબ કલ્યાણ મેળામાં વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના લાભાર્થીઓને રાજ્ય સરકારના વિવિધ ખાતાઓની લોકકલ્યાણ યોજનાઓના લાભોનું વિતરણ કરાશે. સંસદીય સચિવ જયંતિ રાઠવા સવારે 9 કલાકે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવશે.

વડોદરા અને પાદરા તાલુકાના સંયુક્ત ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણ યોજનાઓના અંદાજે 11,806 લાભાર્થીઓને કુલ રૂા.16.28 કરોડની રોકડ તેમજ સાધન સહાયનું વિતરણ કરાશે. કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત 20 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજા, વુડા અધ્યક્ષ એન.વી.પટેલ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહી લાભાર્થીઓને સરકારી યોજનાઓની રોકડ અને સાધન સહાયનું વિતરણ કરશે.

અન્ય સમાચારો પણ છે...