તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૂતરુ આડે આવતા બાઈક સવાર ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણોલીપાસે રસ્તામાં કૂતરુ આવી જતાં બાઈક સવાર ઘાયલ થયો હતો,જયારે વાઘોડીયા તાલુકામાં ભુડ કરડતાં એક યુવાનને ઈજા થઈ હતી.

સયાજી હોસ્પીટલના સૂત્રોના જણાવ્યા મુજબ વીરલ મહેશ ભાઈ ડબગર (ઉ.વ.25, રહે.મહાકાળી સોસાયટી, પાદરા, જી,વડોદરા) ગઈકાલે રાત્રે રણોલી ગામ પાસેથી બાઈક પર પસાર થઈ રહયા હતા ત્યારે રસ્તાંમાં કૂતરું આવી જતા વીરલ બાઇક પરથી પડી ગયો હતો તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે સયાજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં ભોગીલાલ ભીમસીંગભાઈ પરમાર (ઉ.વ.35, ઝવેરપુરા,તા.વાઘોડીયા, જી.વડોદરા) પોતાના ખેતરમાં જઈ રહયા હતા ત્યારે અચાનક ધસી આવેલું એક ભુંડ તેમને કરડી જતા તેઓ ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે તેમને સયાજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...