તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરા તા. પં. પ્રમુખના ભાવિનો 22મીએ ફેંસલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરાતાલુકા પંચાયત પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં ભાજપાના 10 એક અપક્ષ, 10 કોંગ્રેસના સભ્યો મળી કુલ 21 સભ્યોએ સહીઓ કરી છે. એક સીડી સહિત ચાર કોંગ્રેસના સભ્યોએ સહીઓ કરી નથી. આમ પાદરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષની જૂથબંધી આઁખે ઉડીને વળગે તેવી સ્પષ્ટ દેખાય છે. જોકે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્યો હાજર નહીં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ ગીરવતસિંહ રાજ સામે મુકવામાં આવેલી અવિશ્વાસ દરખાસ્ત સંદર્ભે પાદરા તાલુકા પંચાયતના સભાખંડમાં તા. 22મીએ મીટીંગ મળશે. જેમાં અવિશ્વાસ દરખાસ્ત પ્રસ્તાવ અંગે કાર્યવાહી થશે. જેમાંધારાસભ્ય દીનુમામા અને કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર મુખી બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બનશે.

હાલમાં ચૂંટાયેલા સદસ્યોને અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય નહીં તે માટે જોરતોડમાં એક ચોક્કસ જુથ લાગી ગયું છે. આમ ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ પ્રચાર કરવામાં સફળ થાય છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યું છે. હાલમાં કોંગ્રેસ પક્ષે પોતાના ચૂંટાયેલા સભ્યો સાથે મીટીંગ ચાલુ રાખી છે. ભાજપ અને કોગં્રેસ પક્ષના બંને પક્ષોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જોકે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્યો હાજર નહીં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તા. 22મીએ ભાજપા અ્ને કોંગ્રેસ બંનેની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો