તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝરમર વરસાદથી ઠંડક ગરમી ઘટીને 30.6 ડીગ્રી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારેદિવસ દરમિયાન સમયાંતરે છવાતા રહેલા કાળાડિબાંગ વાદળોમાંથી સવારે 8 થી 10 અને બપોરે 1.45 થી 2.30 દરમિયાન ઝરમર ઝરમર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક છવાઇ હતી. જો કે, દિવસ દરમિયાન માત્ર 4 મિ.મી. વરસી વરસાદે શહેરીજનોને નિરાશ કર્યા હતા. ઝરમર વરસાદને કારણે ગરમીનો પારો ઘટીને 30.6 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે બુધવારે પણ હળવો વરસાદ થવાની આગાહી કરી છે.

સોમવારે દિવસભર વાદળિયો માહોલ રહ્યો હતો. તેમ છતાં વરસાદનું ટીપું સુદ્ધાં વરસ્યું નહોતું. મંગળવારે સવારથી શહેર માથે કાળા ડિબાંગ વાદળો ગોરંભાયા હતા. જેના પગલે મુશળધાર વરસાદ પડે તેવી શક્યતાઓ સર્જાઇ હતી. પરંતુ ઝરમર વરસાદમાં માત્ર 4 મિ.મી. પાણી પડ્યું હતું. ગરમીનો પારો સોમવારની સરખામણીમાં 32 ડિગ્રીથી ઘટીને 30.6 ડિગ્રી નોંધાયો હતો. પાદરા તાલુકામાં 4 મિ.મી., કરજણ તાલુકામાં 6 મિ.મી., શિનોર તાલુકામાં 2 મિ.મી. અને વાઘોડિયા તાલુકામાં 3 મિ.મી. વરસાદ થયો હોવાની માહિતી સાંપડી છે.

માત્ર 4 મિ.મી. વરસાદથી લોકો િનરાશ થયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો