• Gujarati News
  • પાદરાના દર્દીને રાજકોટમાં થાંભલા સાથે બાંધી દીધો

પાદરાના દર્દીને રાજકોટમાં થાંભલા સાથે બાંધી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાનોરમણ પરમાર ગુરુવારે ડ્રેસિંગ બાદ ટ્રોમા સેન્ટર પાસે સૂઇ રહ્યા હતા. શુક્રવારે સવારે હાથમાં દુખાવો ઉપડતા તેણે એક વ્યક્તિને મદદ માટે બોલાવી હતી. વ્યક્તિ સહિત બે શખ્સો તેની પાસે પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જનની ઓફિસની સામે આવેલા જાહેરાતના હોર્ડિંગ્સ પાસે લઇ જઇ સૂવડાવી દીધા હતા અને હાથ ઊંચો રાખવાથી દુખાવો નહીં થાય તેમ કહી પાટો થાંભલા સાથે બાંધી દીધો હતો. જેની જાણ થતાં લોકો તેમજ સિવિલ સર્જન ડો.ધર્મેન્દ્ર વત્સરાજ પહોંચ્યા હતા અને તેમણે દર્દીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યો હતો.