• Gujarati News
  • પાદરા નાગરિક બેંકની ચૂંટણીમાં પાંચ ઉમેદવારી પત્ર રદ થતાં હોબાળો મચ્યો

પાદરા નાગરિક બેંકની ચૂંટણીમાં પાંચ ઉમેદવારી પત્ર રદ થતાં હોબાળો મચ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાનાગરિક સહકારી બેંકની યોજાયેલી ચૂંટણીમાં પાંચ ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ થયા હતા. જેમાં રદ થયેલા ઉમેદવારોએ ભારે હોબાળો મચાવતાં ગરમાવો આવી ગયો હતો.

પાદરા નાગરિક સહકારી બેંકની ખાલી પડનારી 12 ડિરેકટરોની ચૂંટણી 7 જૂન, 2015ના રોજ યોજાનારી છે. જે અંગે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારીપત્રો લઈ જવાની છેલ્લી તારીખ સુધીમાં 31 ઉમેદવારો ચૂંટણી ઉમેદવારીપત્રો લઈ ગયા હતા. જેમાંથી 19 ઉમેદવારોએ ચૂંટણી ઉમેદવારીપત્રો ભર્યા હતાં. ચૂંટણીની ચકાસણી દરમિયાન 14 ઉમેદવારીપત્રો મંજૂર થયાં હતાં. પાંચ ઉમેદવારીપત્ર નામંજૂર થવા પામ્યાં હતાં.

આજરોજ પાદરા કાછીયા પટેલ વાડીમાં પાદરા નાગરિક સહકારી બેંક લિ. પાદરાની અને 2015-2020ના વર્ષ માટેની જગ્યાઓ માટે યોજાનારી ચૂંટણી માટે ભરાયેલા 16 ઉમેદવારીપત્રોની ચકાસણી રાખવામાં આવી હતી. જેમાં પાંચ ઉમેદવારીપત્રો નામંજૂર થયા હતાં. જેમાં ઈમ્તિયાઝ ઈબ્રાહીમ(વડોદરા), ચેતન જશવંત ગાંધી બેંકના પેટા કાયદા 8(3)9 મુજબ મુદ્દાત વિતેલ લેણું થયેલું હોય અને બેંકના હપ્તા આનેયુકત હોય તેમજ 115 ગ(સી)ની લાયકાત ધરાવતા હોય જેના કારણે બે ઉમેદવારીપત્ર રદ થવા પામ્યાં હતાં.

જ્યારે રાજેન્દ્ર પટેલ એક્ષરેવાળાએ અક્ષયકુમાર અમીન, વ્રજલાલ પટેલ કલમ 115 ગ(સ)ની લાયકાત હોય એટલે કે ડીપોઝીટ ત્રણ વર્ષની હોય તેઓની ઉમેદવારીપત્ર રદ થવા પામ્યાં હતાં. આમ કુલ પાંચ ઉમેદવારીપત્રો નામંજૂર થવા પામ્યાં હતાં. નવા બે ઉમેદવારીપત્રો નામંજૂર થવા પામ્યાં હતાં. ચકાસણી દરમિયાન પાંચ ઉમેદવારોના ફોર્મ નામંજૂર થતાં ઉમેદવારોએ નારાજગી સાથે ચકાસણી દરમિયાન ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં ઈમ્તિયાઝ વ્હોરા વકીલ અને રાજુ પટેલ એક્ષરેવાળાએ ભારે વિરોધ કરી પોતાની નારાજગી સાથે બેંક પર આક્ષેપો કર્યા હતા.

પાદરા નગર નાગરિક સહકારી બેંકમાં કાળીદાસ ગાંધી પ્રેરિત પેનલનો છેલ્લા 20 વર્ષથી દબદબો રહેલો છે અને બેંકમાં બિનહરીફ સભ્યો ચૂંટાયેલા છે. 14માંથી ગમે તે બે ઉમેદવારોને મનાવીને ફોર્મ પરત ખેંચી લેવામાં આવે તો નાગરિક બેંક ફરી એકવાર બિનહરીફ થવાની શક્યતા વ્યકત થવા પામી છે.