તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશોત્સવને લઈ સાક્ષરતાનો દર વધ્યો છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્રજીલ્લામાં હાલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહયો છે. ત્યારે વિવિધ તાલુકાની શાળાઓમાં પ્રવેશોત્સવનો ઉત્સાહ જાેવા મળે છે.

છોટાઉદેપુર| ત્રણ દિવસની અંદર 12 હજાર બાળકોને શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અપાશે. આજે પ્રથમ દિવસે ક્વાંટ તાલુકાના કસરવાવ ખાતે સંસદીય સચિવ જયંતિભાઈ રાઠવાએ બાળકોને શાળા પ્રવેશ આપ્યો હતો.આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતુ કે પ્રવેશોત્સવને લઈ સાક્ષરતાનો દર વધ્યો છે. બાળકો શિક્ષણથી વંચિત રહેવા જોઈએ. બાળકો નિયમિત શાળામાં આ‌વે માટે વાલીયો અને શિક્ષકોએ કાળજી રાખવી જોઈઅે.આદર્શ નિવાસી શાળા છોટાઉદેપુરમાં પ્રવેશોત્સવમાં ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચેરમેન ઈશ્વરભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે બાળકોના ઘડતરમાં શિક્ષકોના ફાળો સવિશેષ હોય છે. પરંતુ સાથે મા-બાપે પણ કાળજી રાખવી જરૂરી છે.

પાદરા|રાજ્યભરનીપ્રાથમીક શાળાઓનો ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો. પાદરાના ડભાસા ગામે ગાંધીનગરથી વન વિભાગના અધિકારીએ હાજરી આપી હતી. જેમાં ગામની શાળામાં 3 શિક્ષકોની ઘટ સહીત પીવાના પાણીની સમસ્યાની રજૂઆત ગ્રામજનોએ કરી હતી.રાજ્યભરમાં કન્યા કેળવણી અંતર્ગત પ્રાથમિક શાળાઓનો શાળા પ્રવેશોત્સવ 201718નો પ્રરંભ થયો હતો, તા.8,9,10 ત્રણ દિવસ દરમિયાન રાજ્યની તમામ પ્રાથમીક શાળાઓમાં ધો.1 અને ધો.8 સહીત આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં રાજ્યના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજરી આપશે, પાદરાના ડબકા ગામે વન વિભાગ ગાંધીનગરના અધિકારી જી.ચાદાઇહએ હાજરી આપી હતી.

પાનવડ| મલાજાપ્રાથમીક શાળામા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો, શાળા પ્રવેશોત્સવ દરમીયાન ૧૩ બાળકોને ધોરણ્ મા ધારાસભ્ય મોહનસિહં ભાઇ રાઠ્વાના હસ્તે કુમકુમ તીલક કરી પ્રવેશ આપવામા આવ્યો પ્રસંગે ગામના આગેવાનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા, આજના કાર્યક્રમ મા મલાજા પ્રાથમીક શાળા મા ૧૩ બાળકો ને ધોરણ મા નામાંકન કરવામા આવ્યા હતા જેમા કન્યાઓ અને કુમાર હતા, જે ગામોમા ૫૦ ટકાથી સ્ત્રીસાક્ષરતા દર નીચી હોય તેવા સમાવિષ્ઠ્ગા ના ધોરણ મા પ્રવેશમેળવે તેવી કન્યાઓ ને વિધાલક્ષ્મી બોંડ અપાનાર હોય જે અંતર્ગત મલાજા પ્રાથમીક શાળામા કન્યાઓને વિધાલક્ષ્મી બોંડ ધારાસભ્ય મોહનસિહ રાઠવાના વરદ હસ્તે અપાયા હતા, આજના શાળા પ્રવેશોત્સવ કાયક્રમ મા શાળાની કન્યાઓ દ્વારા સાંસક્રુતીક ગીત રજુ કરાયુ હતુ અને શાલાના બાળકો દ્વારા યોગ કરવામા આવ્યાહતા

સાધલી| શિનોરતાલુકાના સાધલી શ્રેષ્ઠ પ્રાથમિક શાળા તથા ભારત વિદ્યાલયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2017 અન્વયે આજે આંગણીવાડીના 34, પ્રાથમિક શાળામાં 35 અને ભારત વિદ્યાલયમાં ધો.9 માં 180 બાળકોને પ્રવેશ આપાયો હતો. ભારત વિદ્યાલય તૈયાર ફોરમેટ મુજબ ક્રમબદ્ધ બાળકો દ્વારા સઘળું આયોજન કરાયુ હતુ.

રાજયભરમાં તા. 8,9, અને 10 ત્રણ દિવસ સુધી પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે

છોટાઉદેપુર, પાદરા, સાધલી, ખાતે પ્રા. શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાયો

અન્ય સમાચારો પણ છે...