સરકારી દુકાનમાં ગેરરીતિ બદલ કાર્યવાહીનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાપાદરા રોડની જીઇબી કોલોનીમાં આવેલી પ્રહ્લાદ દેવીલાલ પહાડિયાની રેશનિંગની દુકાનમાથી અનાજ બારોબાર વગે થઇ જતો હોવાની બાતમીને આધારે પુરવઠા વિભાગે દરોડો પાડયો હતો. જેમાં દુકાનમાંથી સફેદ રંગના પ્લાસ્ટિકના કોથળા, સિલાઇ મશીન, 200થી વધુ રેશનકાર્ડ મળી આવ્યાં હતા. જેને પગલે પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. ઘટનાને પગલે અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી સમક્ષ પણ રજૂઆતો કરાતાં મંત્રી દ્વારા તપાસ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા વિભાગને સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...