તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • વડોદરા | શ્રેષ્ઠ શિક્ષક નામાભિધાન પારિતોષિક યોજના હેઠળ શહેર જિલ્લામાંથી તાલુકા

વડોદરા | શ્રેષ્ઠ શિક્ષક નામાભિધાન પારિતોષિક યોજના હેઠળ શહેર-જિલ્લામાંથી તાલુકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શ્રેષ્ઠ શિક્ષક નામાભિધાન પારિતોષિક યોજના હેઠળ શહેર-જિલ્લામાંથી તાલુકા કક્ષાના 5 અને જિલ્લા કક્ષાના 4 મળી કુલ-9 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. 9 શિક્ષકોનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માન કરવાનો કાર્યક્રમ મંગળવારે બરોડા હાઇસ્કૂલ, અલકાપુરી-વડોદરા ખાતે યોજાશે. શ્રેષ્ઠ શિક્ષકોમાં બરોડા હાઇસ્કૂલ-અલકાપુરીના ધર્મેશ જોષી, વીર ભગતસિંહ પ્રાથમિક શાળા- ફતેપુરાનાં શ્રીમતી શિલ્પા મહેતા, પાદરા તાલુકાના ફતેપુરા શાળાના કનુભાઇ પંડ્યા અને કેવલનગર શાળાનાં શ્રીમતી સંગીતા રાઠોડનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકા શ્રેષ્ઠ શિક્ષકોમાં ડેસર તાલુકાના પ્રતાપપુરાની પ્રાથમિક શાળાના હિતેન્દ્ર પટેલ, દરજીપુરા પ્રાથમિક શાળા(પાદરા)ના કનુભાઇ સોલંકી, કૃષ્ણનગર પ્રાથમિક શાળાના પારુલ મોદી, ઉ.જા.પટેલ કન્યા શાળાનાં અવની શાહ અને ઉત્તમનગર પ્રાથમિક શાળાના મુકેશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.

મંગળવારે 9 શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માન કરાશે

અન્ય સમાચારો પણ છે...