તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ કેસમાં જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરાતાલુકાના આંતી ગામમાં બનેલા દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા શખ્સેે અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે તે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, પાદરા તાલુકાના આંતી ગામમાં રહેતા ગુલામ ઉર્ફે ગુલ્લુ ઇસ્માઇલ બાપુજી મલેક નામના શખ્સે ગત તા.20 મેના રોજ ગામમાં રહેતી એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બનવા પામ્યો હતો. હિચકારા બનાવ અંગે ભોગ બનનાર ફરિયાદીઓ દ્વારા પાદરા પોલીસ મથકે ફરિયાદ આપતાં પાદરા પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કર્યો હતો અને બનાવમાં સંડોવાયેલા આરોપી ગુલામ ઉર્ફે ગુલ્લુ ઇસ્માઇલ બાપુજી મલેકની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ કર્યા બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો