તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • માર્ગ પર કારે યુવકને અડફેટે લીધો : પોલીસનાં ફરિયાદ લેવામાં ધાંધિયા

માર્ગ પર કારે યુવકને અડફેટે લીધો : પોલીસનાં ફરિયાદ લેવામાં ધાંધિયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરનાં માર્ગો પર વધી રહેલા અકસ્માતોને પોલીસ ચોપડે ઓછા દર્શાવવા પોલીસ ભોગ બનનારની ફરીયાદ લેવાનું ટાળી રહી છે. ગત રવિવારે માણસાથી ગાંધીનગર શહેરમાં તલાટીની પરીક્ષા આપવા આવેલા એક યુવાનને માર્ગ પર એક શિક્ષકની કારે ફંગોળ્યો હતો.

ગત રવિવારે પ્રદિપ પોતાનું બાઇક લઇને સેકટર 23ની સ્કુલમાં તલાટીની પરીક્ષા આપવા આવ્યો હતો. પરીક્ષા પુર્ણ થયા બાદ પથિકાશ્રમ તરફ જમવા જઇ રહ્યો હતો ત્યારે સેકટર 16માંથી પુરઝડપે આવેલી કારે પ્રદિપસિંહનાં બાઇકને અડફેટે લીધુ હતુ. ઉલ્ટાનું કાર ચાલકે નીચે ઉતરીને પ્રદીપસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો. બનાવને લઇને પ્રદિપને ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. જયાં તેનાં પગે ઘુટણનાં ભાગે ગંભીર ફેક્ચર થયુ હોવાનું જાણવા મળતા સારવાર ચાલી રહી છે. બાબતને લઇને પ્રદિપસિંહના પિતા ભુપતસિંહ સેકટર 21 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરીયાદ નોંધાવવા ગયા હતા. પરંતુ પોલીસે જણાવ્યુ હતુ કે તમારી ફરીયાદ ચાલે. ભોગ બનનાર પ્રદિપસિંહે ફરીયાદ આપવી પડે. પોલીસે જણાવ્યુ હતુ કે હોસ્પિટલમાં આવીને પોલીસ પુછપરછ કરી ફરીયાદ લઇ જશે. પરંતુ બે દિવસ સુધી પોલીસ ફરીયાદ લેવા આવી. ભુપતસિંહ ફરી સેકટર 21 પોલીસ સ્ટેશન ગયા તો જાણવા મળ્યુ કે પોલીસે તેની ફરીયાદ તો લીધી પણ અકસ્માત સર્જનાર કાર ચાલકની ફરીયાદ લઇ લીધી અને પોતાની ફરીયાદ લેવા માટે બહાનાં કરી રહી છે. બાબતને લઇને ભુપતસિંહે એસપી કચેરી દોડી જઇને લેખીત રજુઆત કરી હતી. તેમ છતા પોલીસ કાર ચાલકને સાવરતી હોય તેમ ભુપતસિંહની ફરીયાદ લેવા કે હોસ્પિટલમાં દાખલ પ્રદિપસિંહનું નિવેદન લેવા જવા તૈયાર નથી. એસપી સુધી રજુઆત કરવા છતા ફરીયાદ નહી નોંધાતા ઉપરથી ફરીયાદ લેવા કોઇનું દબાણ હોય તેવી લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...