માણસા: કટલરીની દુકાન શોર્ટ સર્કીટથી લાગેલી આગમાં ખાક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો, દુકાનનો સામાન ખાખ

માણસાશહેરમાં શનિવારે રાત્રે કટલરીની દુકાનમાં શોર્ટ સર્કીટના કારણે આગની ઘટના સામે આવી હતી. દુકાનમાંથી નિકળતાં ધુમાડાથી આસપાસના વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર કર્મચારીઓ પહોંચી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ઘટનામાં દુકાનમાં રહેલો કટલરીનો સામાન બળીના ખાક થઇ ગયો હતો.

ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું કે, માણસાના ટાવર ચોકમાં વિનોદભાઇ નાયકની કટલરીની દુકાનમાં ગત રાત્રીએ શોર્ટ સર્કીટ થતાં આગ લાગી હતી. જેની જાણ કરાતાં ફાયર બ્રિગેડના ઓફીસર, કર્મચારી કલ્પેશસિંહ ચાવડા અને પ્રિતેશ રાવલે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...