તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા મોડી રાતે પૂતળા દહન કરવામા આવ્યુ

રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા મોડી રાતે પૂતળા દહન કરવામા આવ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા, દક્ષિણ સીટના ઉમેદવાર બદલતા કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ

બાબુજી ઠાકોર અને હિંમાશુ પટેલના નામ કાપી નખાતા વિરોધ

વિધાનસભાનીબીજા તબક્કાની ચૂંટણી માટે અંતિમ દિવસ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. દક્ષિણ બેઠક ઉપર કોંગ્રેસ કાર્યકરની જગ્યાએ ઠાકોર સેનાના ઉમેદવારનુ નામ ચર્ચામાં આવતુ હતું. પરિણામે વર્ષો જુના કોંગ્રેસના કાર્યકરનુ નામ કપાવાની વાતે દક્ષિણ બેઠક અને માણસા બેઠકના કાર્યકરોએ સ્થાનિકને ઉમેદવાર જાહેર કરવાની વાતે સેક્ટર 22 સ્થિત કોંગ્રેસ કાર્યાલયે મોડી રાત્રે કાર્યકરોનુ ટોળુ ધસી આવ્યુ હતું અને રાષ્ટ્રિય નેતાનુ પૂતળુ દહન કર્યુ હતુ. જ્યારે કાર્યાલયમાં તોડફોડ કરી હતી.

ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર હિમાંશુ પટેલને કાપીને ઠાકોર સેનાના ગોવિંદ ઠાકોરને ટીકીટ આપવાની ચર્ચા ચાલતુ હતુ. લગભગ ટીકીટ નક્કી થઇ ગઇ હતી. બીજી તરફ માણસામાં બાબુજી ઠાકોરની ટીકીટ કાપવાની વાત ચાલતી હતી. બાબુજી ઠાકોર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવતા લગાવતા કાર્યાલયમાં ઘુસી ગયા હતા અને દિલ્લીના નેતાનુ પૂતળુ દહન કરાયુ હતું. કાર્યાલયમાં પ્રવેશીને તોડફોડ કરી નાખી રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ઠાકોર સેનાના ગોવિંદ ઠાકોરની હાય હાય પણ બોલાવી હતી.

તાજેતરમાં કાર્યાલયને રૂ.10 લાખના ખર્ચે રીનોવેટ કર્યુ હતુ

તોડફોડમાં 1.50 લાખનુ નુકશાન થયુ : સૂર્યસિંહ ડાભી

ટીકીટનહિં મળવાથી ઉશ્કેરાયેલા હિંમાશુ પટેલ અને બાબુજીના કાર્યકરોએ મોડી રાત્રે કાર્યાલયમાં પ્રવેશ કરીને તોડ ફોડ કરી હતી. જેમાં બારી, બારણા, ખુરશીઓ, ટેબલ, ટીવી અને અંદર રહેલા સામાનને તોડી નાખ્યો હતો. જિલ્લા પ્રમુખ સૂર્યસિંહે કહ્યુ કે રૂપિયા 1.50 લાખનુ નુકશાન કાર્યાલયમાં થયુ છે.

પોલીસકેસ અંગે વિચાર કર્યો નથી : પ્રમુખ

કાર્યકરોએપોતાનો મિજાજ બતાવતા અને પોતાના નેતાને ટીકીટ નહિં આપવાની વાતે ગુસ્સે થઇ ગયા હતા અને કાર્યાલયમાં તોડફોડ કરી નાખી હતી. પ્ર્રમુખને પોલીસ કેસ બાબતે વાત કરતા કહ્યુ કે, હજુ ઉમેદવારોની તૈયારીમાં પડ્યા છીએ ત્યારે પોલીસ કેસનુ વિચાર્યુ નથી.

ગાંધીનગર શહેરના સેક્ટર 22મા આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને રૂપિયા 10 લાખના ખર્ચે રીનોવેશન કરાયુ હતું. જેમાં ફ્લોરીંગથી લઇને બારી બારણા અને કલર કામ કરવામાં આવ્યુ હતું.

અલ્પેશ ઠાકોર સાથે થયેલી સોદાબાજીથી કોંગ્રેસમાં ભડકો

ચૂંટણી જીતવા કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સાથે કરેલી સોદાબાજીએ કોંગ્રેસમાં ભડકો કર્યો છે. જુના અને વર્ષોથી પક્ષ માટે દોડતા કોંગ્રેસીઓના પત્તા કાપીને ઠાકોર સેનાનાં ઉમેદવારોને ટીકીટ અપાઇ રહી છે. ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસનાં પ્રબળ દાવેદાર હિમાંશુ પટેલને કોરાણે મુકીને ગોવીંદ ઠાકોરની પસંદગી કરવામાં આવતા કોંગ્રેસમાં ભડકો થયો હતો. ગાંધીનગર સેકટર 22 સ્થિત કોંગ્રેસ કાર્યલયે હિમાંશુ પટેલનાં પડખે મોટી સંખ્યામમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...