• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • ચૂંટણીની તૈયારી | બોરૂ તથા માણસામાં યોજાયેલી કારોબારીમાં પ્રજાલક્ષી કામો લોકો સુધી પહોચાડવા ભા

ચૂંટણીની તૈયારી | બોરૂ તથા માણસામાં યોજાયેલી કારોબારીમાં પ્રજાલક્ષી કામો લોકો સુધી પહોચાડવા ભાજપના કાર્યકરોને આહવાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાવિધાનસભાની સીટ છેલ્લા બે ટર્મથી કોગ્રેસનાં કબજામાં છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં માણસા સીટને કબજે કરવાનાં મિશન સાથે માણસા તાલુકા અને શહેર ભાજપ સક્રિય બની છે. શુક્રવારે તાલુકા કારોબારીની બોરૂ ગામે તથા શહેર કારોબારી માણસા શહેરમાં યોજાઇ હતી. જેમાં સરકારનાં પ્રજાલક્ષી કામે નાગરીકો સુધી લઇ જવા સુચના આપવામાં આવી હતી.

વિધાનસભા મિશન 2017નાં સંદર્ભ સાથે યોજાયેલી સાંસદ જયશ્રીબેન પટેલ તથા જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઇ શાહની આગેવાનીમાં યોજાયેલી કારોબારી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં તા 11મીનાં રોજ ગરીબોનાં હિતચિંતક પંડીત દિનદયાલજીનાં 100માં નિર્વાણ દિવસ નિમીતે એક વર્ષ સુધી તેમનાં જીવન કાર્યોને ગામડે ગામડે લોકો સુધી લઇ જઇને પુષ્પાંજલી આપવાનું તથા આગેવાનો અને કાર્યકરોએ બુથ સુધી પહોચીને સરકારની પ્રજાલક્ષી નિતીઓ તથા યોજનાઓ લોકો સુધી પહોચાડવા માર્ગદર્શન અપાયુ હતુ. સાથે સાથે આદિવાસી ગૌરવ યાત્રા આગામી 18 તારીખે અંબાજી પહોચશે ત્યારે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેવાનાં છે. જેમાં સવા લાખ કાર્યકરો ભેગા કરવાની કવાયતમાં કાર્યકરોને મહેનત કરવા સુચના આપી હતી. માણસા વિસ્તાર પાટીદાર પ્રભાવિત વિસ્તાર છે.

ત્યારે ભાજપમાં પાટીદાર યુવાનોને સ્થાન આપવા પણ રણનિતી તૈયાર કરવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અનિલ પટેલ તથા આઇ બી વાઘેલા, તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ, મહામંત્રી રમેશભાઇ, યુવા ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, શહેર પ્રમુખ યોગેશ પટેલ સહિતનાં આગેવાનો જોડાયા હતા.

માણસા-બોરૂમાં ભાજપની કારોબારીમાં -કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યા હતા. તસ્વીરહરીશચંદ્રસિંહ રાઓલ

માણસાની બેઠક કબજે કરવા ભાજપની રણનિતી તૈયાર

અન્ય સમાચારો પણ છે...