માણસામાં મહિલા કોંગ્રેસની મોંઘવારીના વિરોધમાં રેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટામેટાબાદ ડુંગળીના ભાવોએ ગૃહિણીઓને રડાવ્યા બાદ પેટ્રોલ, ડિઝલમાં પણ ભાવ વધારો થયો છે. દેશભરમાં નાગરિકો મોંઘવારીથી પરેશાન થઇ ગયા છે. ત્યારે માણસા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘અછે દિન ગયે પેટ્રોલ ડિઝલ કે દામ બઢ ગયે’ના બેનરો સાથે મોંઘવારી મુદ્દે રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતાં.

છેલ્લા ર૧ દિવસથી દેશભરમાં શાકભાજી, પેટ્રોલ-ડિઝલ તેમજ અન્ય ખાદ્ય સામગ્રીમાં વધી રહેલા ભાવોનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત માણસા શહેરમાં શનિવારે મહિલા કોંગ્રેસ સમિતી દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં મહિલા કાર્યકરોએ ‘પેટ બાંધી બચાવ્યા નાણાં, તમે તો પડ્યા પેટમાં કાણાં’, ‘કહેતે હૈ અચ્છે દિન ગરીબો કો પુછો કૈસે કટતે હૈ દિન?’ સહિતના બેનરો સાથે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં ગાંધીનગર કોંગ્રેસ મહિલા સમિતીના પ્રમુખ કિર્તીબેન પટેલની આગેવાની મહિલા કાર્યકર્તાઓ દ્વારા રેલી સ્વરૂપે મોંઘવારીનો વિરોધ કરાયો હતો. રેલી માણસા કોંગ્રેસ કાર્યાલયથી નિકળીને કોલેજ રોડ અને શાકમાર્કેટ થઇને કોંગ્રેસ કાર્યાલયે પરત ફરી હતી.

માણસા નગરમાં મહિલા ક્રોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલમાં થયેલા ભાવ વધારાના વિરોધમાં શનિવારંે રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં તાલુકામાંથી મોટીસંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...