• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • માણસા તાલુકા પંચાયત દ્વારા ઉપપ્રમુખ સોનલબેન સામે અવિશ્વાસની દરખાસ્ત

માણસા તાલુકા પંચાયત દ્વારા ઉપપ્રમુખ સોનલબેન સામે અવિશ્વાસની દરખાસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માણસા તાલુકા પંચાયત દ્વારા ઉપપ્રમુખ સોનલબેન સામે અવિશ્વાસની દરખાસ્ત મુકીને મંજુર કરી તે સમગ્ સભા તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સોનલબેન દ્વારા ટીડીઓને બે દિવસ પુર્વે અરજી કરીને પોતાને કમર દર્દ હોવાથી હરી ફરી શકતા ન હોવાથી આ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની સભાને રદ કરવા માંગણી કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યુ છે કે પ્રમુખ કે ઉપ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાય તો તેને ખુલાસો આપવાનો પંચાયત ધારાની કલમ 70(3) હેઠળ અધિકાર છે. અધિકાર ન આપવામાં આવે તો કાયદા વિરૂધ્ધ ઠરે છે. જો પ્રમુખ અને ઉપપ્રમુખ હાજર ન હોય અને સભા સંબોધી શકેતેમ ન હોય તો તાલુકા વિકાસ અધિકારી સભાની કાર્યવાહી મોકુફ રાખવાની ફરજ છે. અરજીમાં લાલજી મનજી ઉનાગર વર્સીસ ખંભા તાલુકા પંચાયતનાં કેસમાં હાઇકોર્ટે આપેલા ચુકાદાને પણ ટાંકવામાં આવ્યો છે. પરંતુ તાલુકા વિકાસ અધિકારીએ ઉપપ્રમુખ સોનલબેન ઠાકોરની આ અરજીને નેવે મુકીને અવિશ્વાસની સભા થવા દીધી હતી અને દરખાસ્તને મંજુર પણ કરી દીધી હતી. ત્યારે સોનલબેન દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમાં જવાની તૈયારી કરાઈ છે. અરજીમાં સભા રદની માંગ માન્ય નહી રહે તો હાઇકોર્ટનો સહારો લેવો પડશે તેવી નોંધ લખી હતી.