Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિધાનસભા ચૂંટણી અંગે માણસામાં ભાજપની માર્ગદર્શન મિટીંગ યોજાઇ
ગુજરાતવિધાનસભાની વર્ષ 2017માં યોજાનારી અને ત્યાર બાદ માણસા નગરપાલિકાની યોજાનારી ચૂંટણીને ધ્યાને લઈ માણસા તાલુકા અને શહેર ભાજપ સક્રિય બન્યું છે. જે અંતર્ગત સરકાર ધ્વારા અમલમાં મુકવામાં આવેલી પ્રજાલક્ષી વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે માણસા તાલુકા સંગઠનની અંબોડ મહાકાળી મંદિરે તેમજ શહેરની ડી.ડી.પટેલના બંગલે કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનના જવાબદાર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે માણસા શહેર સંગઠનની ડી.ડી.પટેલના બંગલે બપોરે તેમજ તાલુકાની અંબોડ મહાકાળી મંદિરે સાંજે કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકોમાં આગામી 2017 ની વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી અત્યાર સુધી રાજ્ય સરકાર ધ્વારા તેમજ પ્રજાલક્ષી યોજનાઓને અમલમાં મુકવામાં આવી છે. તેને પ્રજાસુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને વાત યોગ્ય રીતે સમજાવી શકાય તે હેતુથી સંગઠનના સ્તરે ઉંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કાર્યકર્તા કેવી રીતે પ્રજાલક્ષી પ્રશ્નોને યોગ્ય રીતે સમજી અને સમજાવી શકે તે અંગે સંગઠના હોદ્દેદારોને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ. શહેર કારોબારીમાં જીલ્લા મહામંત્રી આઈ.બી.વાઘેલા તેમજ અનિલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ નીતાબેન પટેલ તેમજ શહેર પ્રમુખ યોગેશ પટેલ અને મહામંત્રી જીતુ પટેલે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તાલુકા કારોબારીમાં પણ ઉપરોક્ત બંને જીલ્લા મહામંત્રીઓ તેમજ તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ તેમજ મહામંત્રી રમેશભાઈ પટેલ અને પ્રવિણસિંહ ચાવડાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૃ પાડ્યું હતું.