• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • માણસા| માણસાખાતેની કોલેજના ગ્રાઉન્ડમાં સ્વ.ગોવિંદભાઇ ગાંગભાઇ પટેલના નામે તેમના પુત્ર

માણસા| માણસાખાતેની કોલેજના ગ્રાઉન્ડમાં સ્વ.ગોવિંદભાઇ ગાંગભાઇ પટેલના નામે તેમના પુત્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા| માણસાખાતેની કોલેજના ગ્રાઉન્ડમાં સ્વ.ગોવિંદભાઇ ગાંગભાઇ પટેલના નામે તેમના પુત્ર યોગેશ પટેલ દ્વારા સ્પોન્સર કરાયેલી અને મારૂતિ સ્પોર્ટસ કલબ દ્વારા 26 એપ્રિલથી ડે.નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. જેમાં કુલ 160 ટીમોએ ભાગ લીધો હતો. તે દરમિયાન અનેક વિવિધતાઓ જોવા મળી હતી. તેમાં યુવાનોથી લઇ ઉંમર લાયક ધોતિયાવાળા કાકાઓ સુધીની અલગ અલગ ટીમો ઉત્સાહભેર ઉતરી હતી.

ફાઇનલ મેચ વેવાઇ ઇલેવન-માણસા અને શ્રીજી ઇલેવન અમદાવાદ વચ્ચે યોજાઇ હતી. ભારે રસાકસી ભરી મેચને જોવા ચાર હજારથી વધુ મેદની મેદાનમાં ઉમટી હતી. જેમા વેવાઇ ઇલેવન પ્રથમ દાવ લઇ બે ખેલાડીઓની અર્ધસદી અને એક ખેલાડીના 99 રનના સહારે 283 રનનો સ્કોર પડકર્યો હતો. જેનો સામનો કરતાં શ્રીજી ઇલેવન માત્ર 100 રનમાં સમેટાઇ ગઇ હતી. ચેમ્પિયન ટીમને સાયલા ગુરૂગાદીના મહંતની ઉપસ્થિતિમાં ટ્રોફી તેમજ વિવિધ ટીમો અને ખેલાડીઓને ટ્રોફીઓ મેડલ સાથે ચેમ્પિયન ટીમને બાઇક અર્પણ કરાયું હતું. સમગ્ર ટૂર્નામેન્ટ શાન્તિપૂર્વક પૂર્ણ થતાં આયોજકો અને સ્પોનસર યોગેશ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...