• Gujarati News
  • માણસાના બળીયાનગરમાં દબાણો પર બુલડોઝર ફેરવાયું

માણસાના બળીયાનગરમાં દબાણો પર બુલડોઝર ફેરવાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં માણસા તાલુકાનાં બળીયાનગરનાં સરપંચે મળતીયાઓ સાથે મળીને તળાવ પાસેની ખુલ્લી જમીન પર દબાણ ખડકી દેતા ગામનાં જાગૃત નાગરીકે મુખ્યમંત્રી ઓનલાઇન તથા જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરી હતી. ખુદ સરપંચ દ્વારા દબાણ કરવાનાં મામલાને દબાણ તંત્રએ ગંભીરતાથી લઇનો પોલીસની હાજરીમાં દબાણો પર બુલડોઝર ફેરવી દીધુ હતુ. ઘટના બાદ બળીયાનગરનાં સરપંચ પર હોદા પરથી દુર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

ગાંધીનગર શહેર તથા જિલ્લામાં આડેધડ ખડકાઇ રહેલા દબાણોનાં કારણે ગંભીર સમસ્યા નિમાર્ણ થઇ રહી છે. ત્યારે માણસા તાલુકાનાં માણેકપુરા ગ્રામપંચાયતનાં રેવન્યુ વિસ્તારમાં આવતા બળીયાનગરનાં ખુદ સરપંચે દબાણ ઉભુ કર્યાની ફરીયાદ જિલ્લા કલેક્ટર તથા મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇનને મળી હતી.

ગામની વ્યવસ્થા જાળવવા લોકમતથી ચુંટવામાં આવેલા સરપંચનાં કારસ્તાનથી તંત્ર પણ દંગ રહી ગયુ હતું. ગામડાઓમાં પણ દબાણની સમસ્યા ઓછી નથી. આવા દબાણો સામે કામગીરી કરી વ્યવસ્થા જાણવવાની જવાબદારી ગામના સરપંચ તથા ગ્રામ પંચાયતની હોય છે. પરંતુ માણેકપુર રેવન્યુ હેઠળનાં બળીયાનગરનાં ચાલુ સરપંચ માધવલાલ કાળીદાસ ચૌધરી તેમજ અંબાલાલ કાળીદાસ ચૌધરી તથા ડાહ્યાભાઇ ધર્માભાઇ ચૌધરીએ સર્વે નંબર 9ની તળાવ પાસેની જમીન પર પશુઓ માટે ઢાળીયા બનાવી દબાણ ઉભુ કરી દીધુ હતું. રક્ષક ભક્ષક બનતા ગ્રામજનોએ અંગે ગાંધીનગર જિલ્લા કલેક્ટર તથા મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇનમાં ફરીયાદ કરી હતી. સરપંચનાં કારસ્તાનને ગંભીરતાથી લઇને દબાણ હટાવવા નોટીસો પણ આપવામાં આવી હતી. પરંતુ નોટીસ છતા દબાણો હટાવાતા માણેકપુરાનાં સરપંચ, જિલ્લા દબાણ સર્કલ અધિકારી તથા માણેકપુરા તલાટી મંત્રીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરીને જેસીબીની મદદથી દબાણો દુર કરવામાં આવ્યા હતા.

બળીયનગરનાં સરપંચને જિલ્લા તંત્રએ પણ ગંભીરતાથી લઇને સરપંચ સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સરપંચ માધવલાલને હોદા પરથી દુર કરવાની શક્યતા છે. મામલો હાલ કોર્ટમાં હોવાનું આધારભુત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.