લોદરામાં વલ્લી મટકાનો જુગાર રમાડનાર ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાપાસેના લોદરા ગામે બસ સ્ટેશન પાસેના ભરચક વિસ્તારમાં સરેઆમ વલ્લી મટકાનો જુગાર ગામનો એક શખ્સ જાહેરમાં રમાડતો હોવાની પેટ્રોલીંગ દરમ્યાન માણસા પોલીસને બાતમી મળતાં તેઓએ તુરત સ્થળ પર જઇ કોર્ડન કરીને આરોપીને રંગેહાથ ઝડપી પાડી તે અંગે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જમાદાર નરેશભાઇ ચૌધરી, જીતેન્દ્રસિંહ અને સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે લોદરા ગામે બસ સ્ટેન્ડ પાસે પટેલ રમણ અંબાલાલ રહે. શેઠીયાવાસ, લોદારાને હાથમાં પેન લઇ કાગળમાં આંકડાઓ લખતો જોવા મળતાં તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. ત્યારે તેના હાથમાં આજની તારીખના આંકડા લખેલા કાગળો તથા તે લખવા માટેની પેન સાથે તેને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...