• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • માણસા |દિવ્યાંગ બાળકો માટે વિશ્વભરમાં ૧૪ સપ્ટેમ્બરને ફ્લેગ ડેની ઉજવણી

માણસા |દિવ્યાંગ બાળકો માટે વિશ્વભરમાં ૧૪ સપ્ટેમ્બરને ફ્લેગ ડેની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા |દિવ્યાંગ બાળકો માટે વિશ્વભરમાં ૧૪ સપ્ટેમ્બરને ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બુધવારે માણસા સ્થિત સર્વ શિક્ષા અભિયાનના આઈઈડી વિભાગ દ્વારા બીઆરસી ભવનથી શહેરમાં રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં બીઆરસી કો-ઓર્ડીનેટર નિકુંજભાઈ રાવલ, જીલ્લા આઈઈડી કો-ઓર્ડીનેટર પ્રતિમાબેન યાદવ તેમજ તાલુકાના તમામ સ્પેશ્યલ એજયુકેટર અને દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓ દ્વારા રેલી દ્વારા લોક જાગૃતીનો કાર્યક્રમ યોજ્યો હતો. દિવ્યાંગ બાળકો માટે સમાજના લોકોનો દ્રષ્ટિકોણ બદલાય તેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથો સાથ ઉપસ્થિત અધિકારીઓએ દિવ્યાંગ બાળકો તેમનું જીવન કેવી રીતે જીવે છે. તે વાલીઓ તથા શિક્ષકોને તે વિષેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ દિવ્યાંગ બાળકોને વિવિધ રમતો રમાડી પ્રોત્સહાન પુરુ પાડવા ઇનામો આપવામાં આવ્યા હતા.

માણસામાં દિવ્યાંગ બાળકો માટફ્લેગ ડેની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...