• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • જિલ્લામાં વિધાનસભાની 5 બેઠક માટે કોંગ્રેસમાં 60 મુરતિયા હોડમાં

જિલ્લામાં વિધાનસભાની 5 બેઠક માટે કોંગ્રેસમાં 60 મુરતિયા હોડમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ નીરિક્ષક અને કમિટીના સદસ્યોની ઉપસ્થિતિમાં પંચાયત પરિષદ ખાતે સ્ક્રુટી કમિટીની બેઠક યોજાઇ હતી. 2012માં યોજાયેલી ચૂંટણીના આધારે હાલમા જિલ્લાની પાંચમાંથી 3 બેઠકો કોંગ્રેસ હસ્તક છે. જો કે કાર્યકરો સહિત જે તે તાલુકાના આગેવાનો અને હોદ્દેદારોએ વર્તમાન ધારાસભ્યને ટિકિટ મળવી જોઈએ નહીં તેવી રજૂઆતો પણ કરી હતી. તે જાણી મોવડીઓ ચોંકી ઉઠ્યા હતાં. જો કે વર્તમાન ધારાસભ્યોને સ્થાને બીજા સમાજ અને અન્ય વર્ગમાંથી કોઇને પ્રતિનિધિત્વ મળવુ જોઇએ. તેવી લાગણી વ્યક્ત કરાઇ હતી.

ગાંધીનગર દક્ષિણ બેઠક માટે શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. કૌશિક શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ રામાજી ઠાકોર અને પ્રદેશ નેતા હિમાંશુ પટેલ સહિત 15 જણાએ ઉમેદવારી કરી હતી. સાથે ચતુરસિંહ ચાવડા પણ ઈચ્છુક હતા. ગાંધીનગર ઉત્તરની બેઠક માટે કોંગ્રેસના પ્રદેશ નેતા નિશિત વ્યાસ, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા સહિત 17 ઉમેદવારોએ મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે. જિલ્લાની માણસા સિટ માટે ધારાસભ્ય અમિત ચૌધરી સહિત 15 ઉમેદવારોએ પોતાનું નામ રજૂ કર્યુ હતું, જેમાંથી 7 ઉમેદવારો ઠાકોર સમાજના હતા.દહેગામના ધારાસભ્ય કામિનીબા રાઠોડ સહિત 9 કોંગ્રેસી કાર્યકરોએ ઉમેદવારી કરી હતી. તેમાંથી 7 ઉમેદવારો અને ધારાસભ્ય સામસામે આવી ગયા હતા. ધારાસભ્યે 6 જણા સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ હોવાથી તેમને ટિકિટ આપવા માગણી કરી હતી. સાથે પૂર્વ પોલીસ અધિકારી વી.વી. રબારી દહેગામના સ્થાનિક હોવાથી તેમને પણ ટિકિટ આપવી જોઈએ તેવી રજૂઆત તેમણે કરી હતી. જયારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત 3 સભ્યોએ ઉમેદવારી માટે દાવો કર્યો હતો. તે તમામ ઉમેદવારો ઠાકોર સમાજના હતા. તેમના સમર્થનમાં રજૂઆત કરનારા કેટલાક લોકોએ વર્તમાન ધારાસભ્ય બળદેવજી ઠાકોર સામે વિરોધ નોંધાવ્યો હતો.

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ક્રુટિની સમિતિની બેઠક મળી.-કલ્પેશ ભટ્ટ

જિલ્લા કોંગ્રેસની સ્ક્રુટી કમિટીની બેઠકમાં દાવેદારી

અન્ય સમાચારો પણ છે...