માણસાની 28 ગ્રા. પં.ની ચૂંટણીમાં સરપંચ પદ માટે 96 ઉમેદવારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8મી એપ્રિલે યોજાનારી ચુંટણીનાં 276 વોર્ડ માટે 416 ઉમેદવારો ફાઇનલમાં મેદાને રહ્યા

માણસાતાલુકામાં 8મી એપ્રિલે યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 28 ગામોમાં સરપંચ પદની અને 6 ગામની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા છેલ્લા દિવસે ભારે ધસારો જોવા મળ્યો હતો. સોમવારે ફોર્મ પરત ખેંચવાનાં છેલ્લા દિવસે ગામને સમરસ બનાવવા આગેવાનોની ભારે મથામણ છતા સફળતા મળી નહોતી. જેમાં 28 ગામનાં સરપંચ પદ માટે 96 ઉમેદવારો મેદાને રહ્યા છે.

માણસા તાલુકામાં ગત તબક્કામાં 24 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ ગયા બાદ 8મી એપ્રિલે યોજાનાર 28 ગ્રામ પંચાયતો અને 6 ગામની પેટા ચૂંટણી મળીને 33 ગામોમાં મતદાન થનાર છે. ઉમેદવાર ફોર્મ ભરવાનાં છેલ્લા દિવસે 28 સરપંચ પદો માટે 148 અને 276 વોર્ડ માટે 553 ફોર્મ ભરાયા હતા. જેની ચકાચણી દરમિયાન 2 સરપંચ ઉમેદવારોનાં તથા 9 સભ્યોનાં ફોર્મ રદ થયા હતા. જયારે ફોર્મ પરત ખેંચવાનાં દિવસે આગેવાનોની સમજાવટ છતા ઉમેદવારોને વાળી શકાયા નહોતા.

અન્ય સમાચારો પણ છે...