તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Mansa
 • માણસા |માણસા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના શિવ ભક્તો ગણેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા |માણસા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના શિવ ભક્તો ગણેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા |માણસા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના શિવ ભક્તો ગણેશ ચતૂર્થીના પાવન દિવસથી શ્રીજીની ભક્તિના રંગે રગાયા છે. અનેક સ્થળો ઉપર વ્યક્તિગત અને સામૂહિક મંડળો દ્વારા ભગવાન ગણપતિની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી. હવે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે તંત્રએ આગોતરૂ આયોજન હાથ ધર્યુ છે. ગણેશોત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જનની વિધી પાંચમા, સાતમા કે દસમા દિવસે કરવામાં આવે છે. તેને લક્ષમાં રાખી તંત્રએ વિસર્જન વખતે ડુબી જવાથી કે અન્ય કોઇ અનિચ્છનિય બનાવ બને તેની તકેદારી સાથે નદી કિનારે બંદોબસ્ત ગોઠવી દીધો છે. માણસા મામલતદાર કે.પી. જેઠવાએ અગમચેતીના પગલા રૂપે માણસા પોલીસ તથા પાલિકાના અધિકારી અને ફાયરબ્રિગેડના સ્ટાફને અંબોડ સાબરમતી નદી કિનારે તેમજ ગ્રામ્ય વિસ્તારોના તળાવોમાં ગણપતિ વિર્સજન વખતે આવશ્યક સાધનો સહિત તહેનાત રહેવા આદેશ કર્યો હતો.

માણસામાં ગણેશોત્સવની બોલબાલા, વિસર્જન માટે આગોતરૂ આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો