તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા પોલીસની દારૂડીયાઓ પર તવાઇ : 3 દિવસમા 27 કેસ નોંધાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગતસપ્તાહે શ્રાવણ માસ પુરો થતાંની સાથે માણસા શહેરના કેટલાક શોપિંગ સેન્ટરો તથા તાલુકાના મુખ્ય માર્ગો તેમજ શોંપિગમાં દારૂડીયાઓ દ્વારા ફેંકી દેવાયેલી દારૂ અને બિયરની ખાલી બોટલો ઠેર-ઠેર જોવા મળી રહી છે. જે મુજબના માત્ર દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા સમાચારને લઇને પોલીસે હરકતમાં આવી દારૂડીયાઓને ઝડપવાની હાથ ધરેલી ઝુબેશમાં માત્ર ત્રણ દિવસમાં ર૭ કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. માણસા શહેરના જાહેર સ્થળો પર દારૂ તેમજ બીયરની ખાલી બોટલો જોવા મળી રહી છે. શહેરના જાહેર સ્થળોએ દારૂના શોખિનો દ્વારા મહેફીલો શરૂ કરી દીધી હોવાના દિવ્ય ભાસ્કરના સમાચારના પગલે પોલીસે પણ ખાસ ઝુબેશ હાથ ધરી પોલીસની નાક નીચે કાયદા અને વ્યવસ્થાને ઘોળીને પી જનારાઓ ઉપર તવાઇ હાથ ધરી હતી. શહેરમાં દરોડા પાડી તા. 4, 5 અને 6ના રોજ અનુક્રમે 9, 7 અને 11 એમ કુલ ત્રણ દિવસમાં 27 કેસોમાં દારૂડીયાઓને ઝડપી પાડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો