તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 70માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતદેશ અંગ્રેજોની ચૂ઼ંગાલમાં હતો. દેશવાસીઓ ઉપર ગોરાઓની હુકુમત ઉપર ચાલતી હતી. દેશને સ્વતંત્ર કરવાવા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભગતસિંહ, રાજગુરૂ જેવા સ્વાતંત્ર સેનાનીઓએ દેશમાંથી ગોરાઓને ખદેડી મુકવાનુ બિડુ ઝડપ્યું હતું. દેશને આઝાદ થયાને 70 વર્ષ પૂર્ણ થયા છે. દેશવાસીઓ આજે ગૌરવભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં ધ્વજ ફરકારવી સલામી અપાશે.

ભારત દેશ સોમવારે 70મો સ્વતંત્રતા દિવસ મનાવશે. રાજ્યના જિલ્લા મથકો ઉપર મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ તિરંગો લહેરાવી સલામી આપશે. ગાંધીનગર જિલ્લામા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ માણસામાં યોજાશે. જેમાં મંત્રી શંકર ચૌધરી તિરંગો ફરકાવશે. જ્યારે જિલ્લાની સરકારી કચેરીઓ, શાળા કોલેજો, સિવિલ હોસ્પિટલ, મહાનગર પાલિકા કચેરી, ખાનગી સંસ્થાઓ સહિત દેશવાસીઓ દેશની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપી ઉજવણી કરાશે.

સ્વતંત્રતા દિવસને લઇને આઝાદીના લડવૈયાઓને યાદ કરાશે અને દેશ ભક્તિના ગીતો ગવાશે. નગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ભાજપ કાર્યાલય, કોંગ્રેસ કાર્યલય સહિતની જગ્યાએ તિરંગો ફરકાવાશે. દેશની આઝાદીનો જશ્ન મનાવાશે. જિલ્લામાં ગૌરવ ભર્યા દિવસની ગૌરવ પૂર્ણ રીતે ઉજવણી કરવા સરકારી તંત્રેએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો