તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • રિદ્રોલમાં વીજ પોલ અકસ્માત નોંતરશે, પ્રજાની રજૂઆત છતાંય પગલાં લેવાયા

રિદ્રોલમાં વીજ પોલ અકસ્માત નોંતરશે, પ્રજાની રજૂઆત છતાંય પગલાં લેવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાના માણસા તાલુકામાં આવેલા રિદ્રોલ ગામે ઠાકોરવાસમાં વીજ પુરવઠો પુરો પાડવા માટે ઘણાં સમય અગાઉ થાંભલો ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાય સમયથી થાંભલો ગમે તે સમયે પડી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી ભિતી નિમાર્ણ થઇ છે. સ્થાનિક રહીશોએ અંગે બે માસ અગાઉ લેખિતમાં થાંભલો બદલવા અરજી આપી હોવા છતાં વીજ તંત્ર પાસે તેને બદલવાનો સમય નથી. જયારે સ્થાનિક રહીશો રોજ કાંઇક બનશે તેવા ભયના ઓથાર નીચે દિવસો પસાર કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માણસા તાલુકાના રીદ્રોલ ગામના સેધ્ધીમાતાના મંદિર પાસે આવેલા ઠાકોરવાસના રહીશોને વીજ જોડાણ આપવા માટે થાંભલો ઉભો કરવામાં આવ્યો હતો. જે છેલ્લા ઘણા સમયથી ક્ષીણ અને જર્જરીત થઇ જવાને કારણે વરસાદી વાતાવરણ કે સામાન્ય ભુકંપ જેવા સંજોગોમાં ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં મુકાઇ ગયો છે. જીવતા વાયરો સાથેનો પોલ પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતી ઉભી થતા પોતાના પરિવારોની સુરક્ષા માટે થાંભલો બદલવા માટે વીજ કંપનીની લોદરા ઓફીસ ખાતે બે માસ અગાઉ લેખિતમાં થાંભલો બદલવાની અરજી આપી હતી. તેમ છતાં આજ તારીખ સુધી થાંભલો બદલવા તો ઠીક પરંતુ અરજી અનુસંધાને તપાસ કરવા પણ ગયા નથી. જેનાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને કોઇ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી કોની તેવા ભય હેઠળ રોજ જીવી રહ્યા છે.

રજુઆત અંગે વીજ તંત્રની ના બાદ હા

અંગે લોદરા વીજ તંત્રના ડે.એન્જીનીયર પટેલને પુછતા બે માસ અગાઉની અરજી હોય તો તેમની યાદ નથી. તેમ જણાવી થોડીવાર પછી ફરી ફોન કરતાં આવી અરજી આવેલ છે તેવું આસીસ્ટન્ટ તરફથી જાણવા મળ્યુ છે. તેમ જણાવ્યુ હતુ. તો શુ તેમની જવાબદારી નથી કે પછી નીચેના અધિકારીઓ તેમને કાંઇ જણાવતા નથી.

વીજ તંત્ર સમક્ષ સ્થાનિક રહીશોની વારંવાર ફરિયાદ : 2 માસથી તંત્રને ફુરસદ નથી

અન્ય સમાચારો પણ છે...