તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • માણસા પાલિકા દ્વારા રજાનાં દિવસોમાં 3.70 લાખનાં વેરાની વસુલાત કરાઇ

માણસા પાલિકા દ્વારા રજાનાં દિવસોમાં 3.70 લાખનાં વેરાની વસુલાત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનીનગરપાલીકાઓ વેરાની વસુલાતનાં નબળી પુરવાર થયા બાદ વેરાની ઉઘરાણી પર જિલ્લાકક્ષાએથી ભાર મુકવામાં આવ્યો હતો. જેના પગલે માણસા પાલિકા દ્વારા 30મી સપ્ટેમ્બર સુધી 10 ટકા વળતરની જાહેરાત કરવામાં આવતા કરદાતાઓ લાઇન લગાવી રહ્યા છે. જેના પગલે શનિ-રવીની રજામાં પણ ઉઘરાણી ચાલુ રાખી હતી. રજાનાં દિવસો દરમિયાન રૂ. 3.70 લાખની ઉઘરાણી થઇ છે.

લોકશાહીમાં દરેક નાગરીકોનાં કેટલાક હક્કો-અધિકારો છે તેમ ફરજો પણ છે. જેમાં સરકાર તરફથી આપવામાં આવતી સેવાની સામે સરકાર દ્વારા કર વસુલવામાં આવે છે. જે કરનાં નાણા ફરી યોગ્ય આયોજન સાથે વિકાસ કામો માટે શહેરો તથા ગામડાઓમાં ફાળવવામાં આવે છે, ત્યારે ગામથી માંડીને દેશનાં વિકાસ માટે કરદાતાઓની ભુમીકા મહત્વની છે. પરંતુ કરની ચુકવણીમાં સજાગતા દાખવવામાં આવતી નથી. ગાંધીનગર જિલ્લામાં માત્ર માણસા શહેર પુરતી કરવેરાની ઉઘરાણીનાં આંકડા પણ આજ બાબત દર્શાવે છે. માણસા પાલીકાનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર પાલીકા વિસ્તારમાંથી કુલ 2,76,21,695નો વેરો વસુલવાનો બાકી નિકળે છે. જેની ઉઘરાણી શરૂ કર્યા બાદ રવિવાર સાંજ સુધીમાં કુલ રૂ. 82,86,385ની ઉઘરાણી થઇ હતી. જેમાં રજાનાં દિવસોમાં ઉઘરાણી ચાલુ રાખવામાં આવતા બે દિવસ દરમિયાન રૂ. 3,70,597નાં કરની ચુકવણી કરવામાં આવી હતી. જયારે 70 ટકા જેટલી ઉઘરાણી હજુ બાકી છે. પાલીકાનાં ટેક્ષ વસુલાત અધિકારી કિરણભાઇ વ્યાસનાં જણાવ્યાનુંસાર કરદાતાઓ ટેક્ષ તા 30મી સપ્ટેમ્બર સુધીમાં ચુકવશે તો 10 ટકા વળતર આપવામાં આવી રહ્યુ છે. જયારે પછીનાં બે માસ બાદ મુળ રકમ લેવામાં આવશે. તારીખ પુર્ણ થયા બાદ ચુકવાય તો 3 માસનાં 18 ટકા વ્યાજ સાથે ટેકની વસુલી કરવામાં આવશે. જયારે ટેક્ષ ચુકવનારને પાણી તથા વિજળી જેવી સુવીધાઓ બંધ કરવાની કાર્યવાહી થઇ શકે છે. હવે રજાના દિવસોમાં પણ કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને અા વેરાની વસુલાતમાં રજાના દિવસોમાં પણ ઘણી ભીડ જોવા મળી હતી.

પાલિકાનાં રૂ. 2.76 કરોડનાં બાકી વેરામાંથી રૂ. 82.86 લાખની ઉઘરાણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...