તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Mansa
 • માણસા પાલિકાના ગલ્લા તલ્લા, ધારાસભ્યે સ્પીડબ્રેકર્સ બનાવડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા પાલિકાના ગલ્લા તલ્લા, ધારાસભ્યે સ્પીડબ્રેકર્સ બનાવડાવ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચંદ્રાસર સર્કલથી ટાવર ચોક સુધીનાં માર્ગ પર લપસણી પોલીસથી જોખમી બની હતી

માણસાશહેરમાં દરબાર ગઢવાળો માર્ગ છેલ્લા ઘણા સમય અધુરો રહ્યા બાદ વિવાદોનાં અંતે પુરો થયો છે. પરંતુ રોડ પર કરવામાં આવેલી પોલીસથી વાહનનો લપસવાનું જોખમ નિર્માણ થતા અકસ્માતોની સંભાવનાં ધ્યાને લઇને સ્પીડબ્રેકર્સ બનાવવા માટે પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ પાલીકા તંત્રએ કામગીરી કરતા આખરે ધારાસભ્યએ સ્વખર્ચે સ્પીડબ્રેકર બનાવવાની ફરજ પડી હતી.

સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતોનુંસાર માણસાનાં ચંદ્રાસર સર્કલથી ટાવર ચોક સુધીનો નવો પોલીસ કરેલો આરસીસી રોડ બનતા વાહન ચાલકો ધુમ સ્પીડમાં વાહનો ચલાવી ગતિની મજા લેવા લાગ્યા હતા. જેનાં કારણે વાહન સ્લીપ થવાની નાની મોટી ઘટના સાથે અકસ્માતોનું જોખમ વધી જતા જિલ્લા કોગ્રેસ ઉપપ્રમુખ દ્વારા નગરપાલિકામાં માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવા લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતને એક માસ જેટલો સમય થવા છતા પાલિકા તંત્ર દ્વારા તે દિશામાં કોઇ કામગીરી કરવામાં આવતા તેઓએ સ્થાનિક ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીને અંગે રજુઆત કરી હતી. ધારાસભ્યએ નાની પણ ગંભીર બાબતને પ્રાથમિકતા આપીને સોમવારે રાત્રે મજુરોને બોલાવીને પોતા હાજર રહીને સ્વખર્ચે સ્પીડ બ્રેકર બનાવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો