તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિદ્રોલ ગામે કુટુંબી ભત્રીજાએ લાકડી ફટકારતા કાકાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીદ્રોલ ગામે અપરણિત અને એકલવાયુ જીવન જીવતા એક ૫૦ વર્ષીય કાકાને કુટુંબી ભત્રીજાએ તેના ઘરે જઈને કોઈ કારણસર બોલાચાલી કરી હતી, જેના પગલે થયેલી માથાકૂટ દરમિયાન ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકાને લાકડીથી માર મારતા ગંભીર રીતે ઘવાયેલા કાકાને અમદાવાદ સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. માણસા પોલીસે આ બાબતે ખુનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે ભત્રીજાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રીદ્રોલ ગામે સોમવારે સવારે એકલવાયુ જીવન જીવતા ઠાકોર શામજી ખોડાજીના ઘરે તેમનો કુટુંબી ભત્રીજો ભરતજી કાંતિજી ઠાકોર આવ્યો હતો. ભરતજી અને શામજી ઠાકોર વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થયા બાદ ભરતજીએ ગાળો બોલવાની સાથે કાકા શામજી ઠાકોરને લાકડી વડે ઢોર માર માર્યો હતો. ગંભીર જા થવાના પગલે બેભાન હાલતમાં શામજી ઠાકોરને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમને થયેલી ઇજા ગંભીર હોવાથી અને તબિયત નાજુક બનવાથી વધુ સારવાર માટે તેઓને સિવિલ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. તેમના ભાઈ રમતુજી ઠાકોરે આ અંગે તેમના કુટુંબી ભત્રીજાએ મોત નિપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...